ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
ગાંધીનગર
11 જુન 2020
ઘુડખર એ ગુજરાતનું ગૌરવ છે. તેની સંખ્યા વધીને 6 હજાર સુધી પહોંચી ગઈ છે. માર્ચમાં કોરોનાને કારણે આંકડા જાહેર થઈ શક્યા નહોતા, પરંતુ કચ્છના નાના રણમાં આવેલા 4954 કિલોમીટરમાં પથરાયેલ અભ્યારણમાં માર્ચમાં ગણતરી કરાઈ હતી. ત્યારે પ્રથમવાર ડ્રોનની મદદ લેવામાં આવી હતી. આમ તો દર પાંચ વર્ષે ઘૂડખરની વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે મુજબ 2014 માં 4455 ઘુડખર નોંધાયા હતા. સૌરાષ્ટ્રમાં ઘુડખર ના સમૃદ્ધ વારસા અંગે અમિતાભ બચ્ચને પ્રચાર કર્યા બાદ લોકોની ઉત્સુકતા વધી છે. સરકાર ના પ્રચાર-પ્રસાર બાદ ઘુડખર ને કારણે વનટુરીઝમ સેક્ટરમાં પણ આનું મહત્વ વધ્યું છે.
કચ્છ જિલ્લાનું નાનું રણ એ ઘુડખરનું એકમાત્ર નિવાસસ્થાન છે. કચ્છનું રણમા, એકવીસ સો જેટલી પ્રજાતિ ના પ્રાણીઓ વસવાટ કરે છે પરંતુ ઘુડખર માત્રને માત્ર અહીં જ જોવા મળે છે. કહેવાય છે કે અહીં વિશ્વના છેલ્લા ઘુડખર સમુદાયનો સમાવેશ થાય છે .
આ અભયારણ્યને સૌથી મોટો ભય ગેરકાયદે મીઠું પકવતા અગરીયાઓનો છે.તેઓ અહીં મીઠું પકવતાં હોવાથી ઘુડખરને મારીને ભગાડી દેતા હોવાથી ઘણી વાર તેઓ મૃત્યુ પામે છે.
ઘુડખરનું નિવાસ સ્થાન ગણાતા કચ્છના નાના રણને જ્યારથી યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર જાહેર કરાયું છે ત્યારથી દેશ-વિદેશથી અનેક લોકો અભ્યાસ, નિરીક્ષણ અને રિસર્ચ કરવા માટે અહીં આવી રહ્યા છે..