News Continuous Bureau | Mumbai
Namo Shakti Expressway :
- નમોશક્તિ અને સોમનાથ – દ્વારકા એક્સપ્રેસ વે મહત્વના ઔદ્યોગિક અને પ્રવાસન સ્થળોને જોડશે
- બન્ને એક્સપ્રેસ વે 13 જિલ્લામાંથી પસાર થશે, રાજ્યની 45 ટકા વસ્તીને ફાયદો
- લોજિસ્ટિક્સ ખર્ચ અને મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે, ઔદ્યોગિક વિસ્તારોને કાર્યક્ષમ પોર્ટ કનેક્ટિવીટી મળશે
- રાજ્યના નાગરિકોની સુખાકારીમાં વધારો કરીને અત્યાધુનિક અને વિશ્વકક્ષાનું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ
રાજ્યના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ એવા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત અને વિશ્વસ્તરીય બનાવવાનો પાયો તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ નાખ્યો હતો. તેમણે વિઝનરી આયોજનથી રાજ્યના માર્ગોને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરીને રાજ્યના વિવિધ વિસ્તારો સુધી કનેક્ટિવિટીનો વ્યાપ વધાર્યો હતો. આ વિકાસયાત્રાને આગળ લઇ જતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં સમયની માંગને અનુરૂપ વિશ્વસ્તરીય રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે. આ માર્ગોના નિર્માણથી ગુજરાતનું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફ્યુચર રેડી બની જશે અને રાજ્ય સહિત દેશની અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર યોગદાન આપશે.
Gujarat Road infrastructure :નમોશક્તિ અને સોમનાથ – દ્વારકા એક્સપ્રેસ વે : ઉ. ગુજરાત અને સૌરાષ્ટ્રના આર્થિક વિકાસ નું વ્યાપક આયોજન
આ વર્ષે રાજ્યના બજેટમાં બે ગ્રીનફીલ્ડ એક્સપ્રેસ વે નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ બે એક્સપ્રેસ વે છે : (અ) નમોશક્તિ અને (બ) સોમનાથ – દ્વારકા એક્સપ્રેસ વે. અંદાજિત ₹ 36,120 કરોડના ખર્ચે નમોશક્તિ એક્સપ્રેસ વે ડીસાથી પીપાવાવ સુધી નિર્માણ કરવામાં આવશે, જેની લંબાઇ 430 કિ.મીની હશે. બીજી તરફ સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે કુલ 680 કિ.મીનો હશે જે અંદાજિત ₹57,120 કરોડના ખર્ચે નિર્માણ પામશે, જેનાથી અમદાવાદ, રાજકોટ અને દ્વારકાની આસપાસના વિસ્તારો માટે ની કનેક્ટિવિટી સુગમ બનશે.
Namo Shakti Expressway :સૌરાષ્ટ્રના ઉદ્યોગો માટે વ્યૂહાત્મક પોર્ટ કનેક્ટિવિટી
આ બન્ને એક્સપ્રેસ વે રાજ્યના મહત્વપૂર્ણ બંદરો સુધી સીધી અને ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરશે અને ગુજરાતને ભારતના અન્ય પ્રદેશો સાથે પણ મજબૂતી સાથે જોડશે. આ કનેક્ટિવિટી શરૂ થવાથી ટ્રાફિકના ભારણમાં ઘટાડો થશે અને પ્રદૂષણને ઘટાડવામાં પણ મદદરૂપ થશે.
Gujarat Road infrastructure :અમદાવાદ-રાજકોટ એક્સપ્રેસ-વે : મુખ્ય ઔદ્યોગિક અને ઉત્પાદન કોરિડોર તરીકે સ્થાપિત થશે
મહત્વપૂર્ણ બાબત એ છે કે આ એક્સપ્રેસ વે ધોલેરા-મુંબઇ ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોરના ઇન્ફ્લુઅન્સ એરિયામાંથી પસાર થાય છે. પરિણામે અમદાવાદ-રાજકોટ એક્સપ્રેસ વે એક મુખ્ય ઔદ્યોગિક અને ઉત્પાદન કોરિડોર તરીકે ઉભરી આવશે. લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇનમાં કાર્યક્ષમતા વધવાથી સાણંદના સમૃદ્ધ ઔદ્યોગિક ક્ષેત્રને ફાયદો થશે. આ કનેક્ટિવિટીથી રાજકોટના ટૂલ્સ અને મશીન ઉપકરણોનું ઉત્પાદન કરતા એકમોને પણ ફાયદો થશે. સુરેન્દ્રનગરમાં MSMEs ને આ મુખ્ય શહેરો સાથે સુગમ જોડાણ મળશે. તે સિવાય ઉત્તર ગુજરાતમાં પાલનપુર અને ડીસા જેવા વિસ્તારોમાં કૃષિ સંબંધિત વ્યવસાયિક અને આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળશે.
Gujarat Road infrastructure :બન્ને એક્સપ્રેસ વે 13 જિલ્લામાંથી પસાર થશે, રાજ્યની 45 ટકા વસ્તીને ફાયદો
આ બન્ને એક્સપ્રેસ વે એક અભૂતપૂર્વ રોડ નેટવર્કનું નિર્માણ કરશે જેનો ફાયદો રાજ્યના 13 જિલ્લાને થશે. બન્ને એક્સપ્રેસ વે અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથમાંથી પસાર થશે અને રાજ્યની આશરે 45 ટકા વસ્તીને તેનો ફાયદો મળશે. આ 13 જિલ્લા કેન્દ્રોમાં થી આ એક્સપ્રેસ વે પર પહોંચવા માટે એક કલાક કરતા પણ ઓછો સમય લાગશે.
આ સમાચાર પણ વાંચો : Kailash Manasarovar Yatra 2025: પાંચ વર્ષ પછી ફરી શરૂ થઈ કૈલાશ માનસરોવર યાત્રા, આટલા યાત્રીઓનું પહેલું જૂથ નાથુલાને પાર કરીને પહોંચ્યું ચીન.. .
Gujarat Road infrastructure :એક્સપ્રેસ વે નેટવર્કમાં 42 ઇન્ટરચેન્જ અને વે સાઇડ એમેનિટિઝ
આ બન્ને એક્સપ્રેસ વે નેવટર્કમાં 42 જેટલા ઇન્ટરચેન્જ રહેશે જેનાથી પ્રાદેશિક જોડાણને વેગ મળશે. તે સિવાય રોડ પર વિશેષ સુવિધાઓ માટે 50 કિ.મીના અંતર પર વેસાઇડ એમેનિટિઝ પ્રદાન કરવામાં આવશે. આ એમેનિટિઝમાં નાના અને ભારે વાહનો માટે પાર્કિંગ, રેસ્ટરૂમ, ગુણવત્તાયુક્ત ખાણીપીણીની સુવિધાઓ, મેડિકલ સુવિધાઓ, પેટ્રોલ પંપ અને અન્ય જરૂરી સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે. આ રોડ નિર્માણ સમયે જ્યાં જરૂર જણાશે ત્યાં વન્યજીવોને પસાર થવા માટે ઓવરપાસ અથવા તો અંડરપાસ નું પણ નિર્માણ કરવામાં આવશે.
Gujarat Road infrastructure : મહત્વપૂર્ણ ઔદ્યોગિક- પ્રવાસન સ્થળોને મળશે સુગમ કનેક્ટિવિટી
આ બન્ને એક્સપ્રેસ વે રાજ્યના મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને પ્રવાસન સ્થળો સુધી સીમલેસ જોડાણ પ્રદાન કરશે. તેમાં અંબાજી, ધરોઇ, પોળોના જંગલ, મોઢેરા, બેચરાજી, જામનગર, દ્વારકા, પોરબંદર અને સોમનાથ જેવા સ્થળો ને સુધી સીધું જોડાણ મળશે. તે સિવાય માંડલ વિશેષ રોકાણક્ષેત્ર, બાવળા, સાણંદ, રાજકોટ-શાપર, પોરબંદર-કોડીનાર તેમજ ધોલેરા જેવા ઔદ્યોગિક ક્ષેત્રો સુધીની કનેક્ટિવિટી વધુ સુગમ બનશે.
આ બે પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ રાજ્યમાં એક ભવ્ય રોડ નેવટર્કનું નિર્માણ થશે અને નાગરિકોને 8,000 કિ.મીથી વધુના 4-6 લેન હાઇવે ઉપલબ્ધ થશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.