News Continuous Bureau | Mumbai
Gujarat SWAGAT Program: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાતના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂવાર, તા. ૨૪મી ઓક્ટોબરે બપોરે યોજાશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલા સ્વાગત ( SWAGAT Program ) ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.
આ ઉપક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઓક્ટોબર-૨૦૨૪નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ ( public complaint ) નિવારણ કાર્યક્રમ તા. ૨૪મી ઓક્ટોબરે યોજાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ( CM Bhupendra Patel ) , ગુરૂવારે ૨૪મી ઓક્ટોબરે બપોરે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે.
આ સમાચાર પણ વાંચો : DoPPW Digital Life Certificate Campaign: DoPPWની અત્યાર સુધીનું સૌથી મોટી ડીએલસી ઝુંબેશ, આ તારીખથી હાથ ધરશે રાષ્ટ્રવ્યાપી ‘ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અભિયાન 3.0’.
સામાન્ય નાગરિકો, અરજદારો આ સ્વાગત કાર્યક્રમ ( Gujarat SWAGAT Program ) માટેની રજૂઆતો ગુરૂવાર, તા. ૨૪મી ઓક્ટોબરે સવારે ૮-૩૦ વાગ્યાથી ૧૧-૩૦ કલાક સુધીમાં મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે મુખ્યમંત્રી કાર્યાલય જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને રજૂઆતો સાંભળશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.