214
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 11 ડિસેમ્બર 2021
શનિવાર.
પાટીદારોનો ગઢ ગણાતા ઉંઝાના ભાજપના ધારાસભ્ય ડો.આશા પટેલની તબિયત લથડી ગઈ છે.
ડો.આશા પટેલની તબિયત લથડતા તેઓને ગઈકાલે મોડી રાતે સારવાર અર્થે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઝાયડસ હોસ્પિટલના ડાયરેક્ટરએ વિગત જણાવતા કહ્યું કે, આશા પટેલની તબિયત નાજુક છે અને હાલ તેમનું નિયમિત ડાયાલિસિસ થઇ રહ્યું છે.
હાલ આશાબેન લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રખાયા છે.
આજે CM ભૂપેન્દ્ર પટેલે ઝાયડ્સ હોસ્પિટલમાં આશાબેન પટેલના ખબરઅંતર પૂછ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આશાબેન પટેલને દિલ્હીથી પરત આવ્યા બાદ ડેન્ગ્યૂ થયો હતો
You Might Be Interested In