ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
19 ફેબ્રુઆરી 2021
હેર સ્ટાઈલિસ્ટ એક્સપર્ટ જાવેદ હબીબ એ એક જાણીતું નામ છે. તે જાવેદ હબીબ હેર અને બ્યૂટી લિમિટેડના માલિક છે. તેમના 'હબીબ' નામથી દેશભરના 115 શહેરોમાં આશરે 850 સલૂન અને 65 હેર એકેડમી ચાલે છે. તેઓ સેલિબ્રિટીના હેર સ્ટાઈલિસ્ટ છે અને તેમની ફી ખૂબ ઉંચી છે માટે તેમના પાસે વાળ કપાવવા એ અનેક લોકોનું સપનું છે.
હેર સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબે તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે ફૂટપાથ પર બેસતા એક દિવ્યાંગ વાળંદ પાસે વાળ કપાવીને લોકોનું દિલ જીતી લીધું છે. જાવેદ હબીબે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા હતા અને લખ્યું હતું કે 'આ હેરકટ ખાસ હતો'
વીડિયો અને તસવીરોમાં જોઈ શકાય છે કે, તેઓ પહેલા ફૂટપાથ પર એક વાળંદ પાસે વાળ કપાવે છે અને બાદમાં તે વાળંદના વાળ કાપીને સૌનું દિલ જીતી લે છે. સોશિયલ મીડિયા પર અનેક લોકો હબીબના આ કામને વખાણી રહ્યા છે.
