252
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
27 ફેબ્રુઆરી 2021
પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા તરીકે રજૂ થયેલ હાર્દિક પટેલ હવે કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ છે. ગુજરાતમાં હાલમાં થયેલી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો કરુણ રકાસ થયો છે. આવા સમયે હાર્દિક પટેલે કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીએ મારો યથાયોગ્ય ઉપયોગ ના કર્યો. જો આજની તારીખમાં અહમદભાઇ પટેલ હોત તો કોંગ્રેસની આ અવસ્થા ન થઈ હોત. આ ઉપરાંત તેણે કહ્યું કે મેં ગુજરાતમાં જેટલી રેલી કરી તે મારી પોતાની તાકાત પર કરી. જ્યારે કોંગ્રેસ પાર્ટીએ એવું કશું નથી કર્યું જેથી હું અને બીજા નેતાઓ એક મંચ પર આવે.
મને એવું લાગે છે કે કોંગ્રેસ પાર્ટી મારો યોગ્ય ઉપયોગ નથી કરવા ઈચ્છતી.
આમ ચૂંટણીમાં અસફળ થવાની સાથે જ કોંગ્રેસ પાર્ટીમાં આરોપ પ્રત્યારોપ નો દોર શરૂ થયો છે.
You Might Be Interested In
