ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ , 17 એપ્રિલ 2021.
શનિવાર.
ગુજરાત રાજ્યમાં ઘણા દિવસોથી કોરાણા ના કેસ માં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળી રહ્યો છે. એવામાં ગઈકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા લોકોને મદદ કરવા માટે તેમ જ દર્દીઓને માહિતી આપવા માટે હેલ્પલાઈન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે.
ત્યારે આજે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે પણ સોશિયલ મીડિયા દ્વારા મુખ્યમંત્રીને કોરોના મહામારી કોંગ્રેસ ને લોકોને મદદ કરવા દેવાની વિનંતી કરી છે. જેમાં લખ્યું છે કે હું આપને વિનંતી કરું છું કે કોરોના મહામારીમાં ગુજરાતની જનતાને બચાવો અને તેમની મદદ કરો ગુજરાતમાં મારી પાર્ટી કોંગ્રેસ પાસે પાંસઠ ધારાસભ્યો છે તો અમને પણ કામ બતાડો જેથી અમે જનતાના હિત માટે સરકારને મદદ કરી શકીએ. આ અણધારી મહામારીમાં સરકાર અને વિપક્ષો સાથે મળીને જનતાનું કામ કરવું જોઈએ સરકાર અમને અમારા ધારાસભ્યોને જે પણ આદેશ આપશે અમે સાથે મળીને લોકોનું કામ કરીશું.
દિલચસ્પ વિગત : મહારાષ્ટ્ર ના આ શહેરમાં એક નહીં પણ સત્તરવાર રોગ ની લહેર આવી હતી.
