ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
21 જુલાઈ 2020
ઉત્તર ભારતમાં હવામાન પલટાયું છે અને ચોમાસાને કારણે હવે ભારે વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે હરિદ્વારની મશહૂર હર કી પૌડી પર વીજળી પડવાના કારણે ભારે નુકસાન થયુ છે.
અહીં વીજળી પડવાથી દિવાલ ધરાશાયી થઈ અને સમગ્ર વિસ્તારમાં કાટમાળ ફેલાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે પહેલેથી જ એલર્ટ જારી કરી દીઘી હતી. ગઈકાલે (સોમવાર) મોડી રાત્રે હરિદ્વારમાં વીજળી પડી જેનાથી હર કી પૌડી પર 80 ફૂટની દિવાલ ધરાશાયી થઈ ગઈ.
આ ઘટના હર કી પૌરીમાં બ્રહ્માકુંડ નજીક બની હતી. જોકે, સદ્નસીબે આ ઘટના ઘટી ત્યારે રાતનો સમય હોવાથી અહીં ભીડ હતી નહીં જેથી કોઈને નુકસાન પહોંચ્યુ નથી. વીજળી પડવાની સાથે સાથે જોરદાર વરસાદ પણ નોંધાયો હતો.
આ ઘટના બાદ અખાડા પરિષદના શ્રીમંત નરેન્દ્ર ગિરી પણ હર કી પૌરી પહોંચ્યા, તેમણે અહીંની પરિસ્થિતિનો જાયજો લીધો હતો. હવે સ્થાનિક વહીવટીતંત્રની મદદથી કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે અને સમગ્ર વિસ્તારની મરામત કરવામાં આવી રહી છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com