Harit Van : જિલ્લા પંચાયતની પડતર જમીન પર હરિયાળી, કતારગામના ડભોલી ખાતે ૨૨,૦૦૦થી વધુ વૃક્ષોના વાવેતરથી ‘હરિત વન’નું નિર્માણ

Harit Van : ડભોલી ચાર રસ્તા પર આવેલા સ્વામિનારાયણ મંદિરની પાછળ નિર્મિત હરિતવન હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધારી રહ્યું છે, જેથી આસપાસના લોકો શુદ્ધ હવા અને સ્વસ્થ વાતાવરણમાં શ્વાસ લઈ શકશે.

by kalpana Verat
Harit Van Greenery on the wasteland of the district panchayat, more than 22,000 trees planted at Dabholi, Katargam

News Continuous Bureau | Mumbai

Harit Van : 

  • વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે તા.૩૧મીએ હરિત વનનું થશે લોકાર્પણ

 પર્યાવરણ રક્ષણના ઉદ્દેશ સાથે કતારગામના ડભોલી ચાર રસ્તા પાસે જિલ્લા પંચાયતની પડતર જમીન પર જિલ્લા પંચાયત, પાંડેસરા ઈન્ડસ્ટ્રીયલ એસો. તથા કલરટેક્ષ ઈન્ડસ્ટ્રીઝના સંયુક્ત પ્રયાસોથી ‘હરિત વન’નું નિર્માણ રાયું છે. ‘એક પેડ મા કે નામ’ પહેલ હેઠળ ૨૨,૦૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરીને ઉભા કરાયેલા હરિતવનનું લોકાર્પણ તા.૩૧મીએ સવારે ૧૦.૩૦ વાગ્યે વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરાશે.

           ડભોલી ચાર રસ્તા પર આવેલા સ્વામિનારાયણ મંદિરની પાછળ નિર્મિત હરિતવન હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધારી રહ્યું છે, જેથી આસપાસના લોકો શુદ્ધ હવા અને સ્વસ્થ વાતાવરણમાં શ્વાસ લઈ શકશે. અગાઉ અહીં જિલ્લા પંચાયતની પડતર જમીન પર પહેલા કચરો ફેંકાતો હતો, તે જમીન હવે ગ્રીન બેલ્ટમાં ફેરવાઈ છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં કચરાની દુર્ગંધ અને ગંદકી દૂર થઈ છે. 

આ સમાચાર પણ વાંચો : Western Railway Block : લોકલ યાત્રીઓ માટે મહત્વના સમાચાર, પશ્ચિમ રેલવેના કાંદિવલી યાર્ડમાં 36 કલાકનો બ્લૉક,160 થી વધુ લોકલ રહેશે રદ્દ..

           આ પ્રસંગે સાંસદશ્રી મુકેશભાઈ દલાલ, જિ.પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ધારાસભ્યશ્રી વિનોદભાઈ મોરડીયા, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેનશ્રી આર.બી. બારડ, જિ.વિકાસ અધિકારી શ્રીમતિ શિવાની ગોયલ, પાંડેસરા ઈન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રમુખશ્રી કમલવિજય તુલસ્યાન, SGTPAના પ્રમુખશ્રી જિતેન્દ્ર વખારીયા સહિત આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહેશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Join Our WhatsApp Community

You may also like