281
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,25 જાન્યુઆરી 2022
મંગળવાર.
યુપી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે.
કોંગ્રેસના ખૂબ લોકપ્રિય નેતા અને મનમોહન સરકારમાં મંત્રી રહેલા RPN સિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે.
યુપીની ચૂંટણી પહેલા RPN સિંહનું ભાજપમાં જવું કોંગ્રેસ માટે શુભ સંકેત નથી.
કોંગ્રેસ પાર્ટીને લાગેલો આ અત્યાર સુધીનો તગડો ઝટકો છે.
આર પી એન સિંહ રાજીનામુ આપતા પહેલા ઝારખંડ કોંગ્રેસના પ્રભારી પણ હતા. કોંગ્રેસને ઝારખંડમાં ગઠબંધન કરીને સત્તા પર લાવવામાં તેમણે મહત્વનો રોલ અદા કર્યો હતો.
અરે વાહ, અદમ્ય સાહસ દર્શાવવા બદલ આટલા વીરોને રિપબ્લિક ડે પર આ અવોર્ડથી કરાશે સન્માનિત, જાણો વિગતે
You Might Be Interested In