180
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ સર્જાયો છે પરંતુ સોમવારે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રમાં આભફાટયું હોય તેવો ધોધમાર વરસાદ પડતાં અનેક વિસ્તારો બેટમાં ફેરવાયાં છે.
ભારે વરસાદના કારણે રાજયના સ્ટેટ હાઇવે -15, નેશનલ હાઇવે-1 અને પંચાયત હસ્તકના 130 માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થયા છે. જેમાં મુખ્યત્વે જામનગર અને રાજકોટ જિલ્લાના માર્ગ વ્યવહારને અસર થઇ છે.
ભારે વરસાદની આગાહીને પગલે એન.ડી.આર.એફ.ની 3 ટીમ જામનગર ડીપ્લોય કરવામાં આવી છે અને એસ.ડી.આર.એફ.ની 2 ટીમ જામનગર જિલ્લામાં રવાના કરવામાં આવી છે.
આ ઉપરાંત વધુ 5 ટીમ ભારત સરકાર પાસેથી મંગાવવામાં આવી છે. તથા જામનગર શહેર ખાતે નેવીની 2 ટીમ ડીપ્લોય કરવામાં આવી છે.
અરે વાહ સારા સમાચાર. મોંઘવારી ઘટી, ફુગાવો ઘટયો
You Might Be Interested In