262
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના 30થી વધારે જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તર પ્રદેશ(Lucknow)માં વરસાદ(rain) વચ્ચે જ્યાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, ત્યાં લખનઉમાં એક મોટી દુર્ઘટના થઈ છે. જેમાં ત્રણ બાળકો સહિત 9 લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે દિલકુશા વિસ્તારમાં દીવાલ ધસી પડવાના કારણે તેની આડશમાં ઝૂંપડી બનાવીને રહેતા મજૂરો દટાઈ ગયા હતા. રાહત અને બચાવ કાર્ય પણ ચાલુ છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને મૃતકોના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી છે. સાથે જ તમામ ઈજાગ્રસ્તોને ફ્રીમાં સારવાર આપવા આદેશ કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં વહેલી સવારથી ભારે વરસાદ- આ નેશનલ હાઈવે થયો પાણી પાણી- જુઓ વિડિયો
You Might Be Interested In