ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
ગાંધીનગર
6 જુલાઈ 2020
ગુજરાતમાં ગઈકાલથી કેટલાક વિસ્તારોમાં જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની 07 ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ટીમો સુરત, વલસાડ, નવસારી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ અને કચ્છ ખાતે તૈનાત છે.. અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો 12% વધારે વરસાદ પડી ચુક્યો છે.. બીજીબાજુ અત્યાર સુધીમાં 35 દિવસમાં 20 રાજ્યોમાં સામાન્ય વરસાદ અને 7 રાજ્યમાં સરેરાશથી ઓછો વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં વાત કરીએ જુનાગઢના કેશોદની તો ત્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, કેશોદમાં 12 કલાકમાં 7 ઇંચ વરસાદ, જ્યારે જૂનાગઢમાં નીચાણવાળા વિસ્તારોને અલર્ટ રહેવા સૂચન કરાયું છે. બીજી બાજુ જામખંભાળિયા માં આભ ફાટ્યું છે તો ગીર સોમનાથના અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે..
હવામાન ખાતાની ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે, છેલ્લા 24 કલાકમાં 174 તાલુકામાં વરસાદ જ્યારે, ખંભાળીયામાં 18.5 ઇંચ વરસાદ છે. અમરેલીના જાફરાબાદ અને જામનગરના કાલાવડમાં 2 ઈંચ વરસાદ,
રાજકોટના ઉપલેટા તાલુકાનો વેણ-2 ડેમ ઉપરવાસમાં
આમોદ 12 મી.મી.
અંકલેશ્વર 7 મી.મી.
ભરૂચ 15 મી.મી.
હાંસોટ 1 ઇંચ
જંબુસર 6 મી.મી.
નેત્રંગ 9 મી.મી.
વાગરા 20 મી.મી.
વાલિયા 16 મી.મી.
ઝઘડિયા 7 મી.મી.
અલર્ટ: 2 સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદી આગાહીને પગલે NDRFની ટીમો સ્ટેન્ડ બાય પર મુકવામાં આવી ચગે જે કોઈ પણ પરિસ્થિતિ ને પહોંચી વળવા સક્ષમ છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com