Site icon

Highway Toll Increase: મુસાફરી મોંઘી થશે; આજથી આ બંને હાઈવે પર ટોલ દરમાં ઝીંકાયો વધારો, જાણો નવા દર

Highway Toll Increase: 1 એપ્રિલથી, પુણે-સતારા અને પુણે-નાસિક હાઈવે પર મુસાફરી કરતા મુસાફરોને વધુ ટોલ ચાર્જનો સામનો કરવો પડશે, જેનાથી હજારો પ્રવાસીઓના બજેટને અસર થશે.

Highway Toll IncreaseToll hike for vehicles on Pune-Satara & Pune-Nashik highways from April 1

Highway Toll IncreaseToll hike for vehicles on Pune-Satara & Pune-Nashik highways from April 1

News Continuous Bureau | Mumbai 

Highway Toll Increase: પુણે-સતારા અને પુણે-નાસિક હાઈવે પર આજથી મુસાફરી મોંઘી થશે. આજથી  ટોલ ટેક્સના દર મુકાયેલો વધારો અમલમાં આવશે. આ રસ્તાઓ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ટોલ લગભગ અઢી ટકા વધારવાનો નિર્ણય લીધો છે.

પુણે-સતારા રોડ પર શિવપુર અને આનેવાડી ગામોમાં ટોલ બૂથ

મહત્વનું છે કે પુણે-સતારા રોડ પર શિવપુર અને આનેવાડી ગામોમાં ટોલ બૂથ છે. આ ટોલ બૂથ પર અગાઉ મોટર, જીપ અને હળવા વાહનોને રૂ. 115 ટોલ વસૂલવામાં આવતા હતા. હવે તેમાં પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજથી, હળવા વાહનોને આ ટોલ બૂથ પર ટોલ તરીકે 120 રૂપિયા ચૂકવવા પડશે. ખેડ શિવપુર ટોલ બૂથ પર બસો અને ટ્રકનો દર 390 રૂપિયા હતો. નવા નિર્ણય મુજબ આ વાહનોને હવે 400 રૂપિયા ચૂકવવા પડશે. ભારે વાહનો માટે ખેડ શિવપુર ટોલ બૂથ પર 615 રૂપિયાનો ટોલ વસૂલવામાં આવતો હતો. હવે તેમાં 15 રૂપિયાનો વધારો થયો છે અને આ વાહનોને 630 રૂપિયાનો ટોલ ચૂકવવો પડશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : ચૂંટણીમાં મહિલા ઉમેદવારના વિચિત્ર વચન, કહ્યું જો હું જીતીશ તો ગામમાં તમામને સસ્તા ભાવમાં મળશે મોંઘી વ્હિસ્કી – બિયર.. જાણો વિગતે..

પુણે-નાસિક રૂટ પર ચાલકવાડી અને હિવરગાંવ ટોલ બૂથ

પુણે-નાસિક રૂટ પર ચાલકવાડી અને હિવરગાંવ ટોલ બૂથ છે. આ ટોલ બૂથ પર મોટરબાઈક, જીપ અને હળવા વાહનો માટે 105 રૂપિયાનો ટોલ વસૂલવામાં આવતો હતો. તેમાં પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. વાહન ચાલકોને વન વે ટ્રાન્સપોર્ટ માટે 110 રૂપિયા અને ડબલ ટ્રાન્સપોર્ટ માટે 160 રૂપિયા ચૂકવવા પડે છે. આ સિવાય તમારે ટ્રક અને બસ દ્વારા વન-વે ટ્રાન્સપોર્ટ માટે 370 રૂપિયા ચૂકવવા પડશે. સ્થાનિક ખાનગી વાહનો માટે 340 રૂપિયાનો માસિક પાસ આપવામાં આવશે.

હળવા વાહનો માટે ટોલ દરો

ટોલ ગેટ                      જૂના દર               નવા દર

ગામ શિવપુર                 115                   120

છલકવાડી                     105                   110

હિવરગાંવ                     105                    110

Garba: વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ ઉદયપુરમાં ૧૪ સપ્ટેમ્બરે ઉજવાશે
Pressure: મોનસૂનની તીવ્રતા : ગુજરાતમાં પૂર સંકટ, જળાશયો પર દબાણ, માછીમારો નું દરિયે જવાનું પરિશોધન
Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Security: સુરક્ષા માટે દક્ષિણ મુંબઈના હાઇ-સિક્યોરિટી ઝોનમાં વિરોધ પર નિયંત્રણની માંગ, Milind Deora દ્વારા CM ને પત્ર
Exit mobile version