ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ 27 ડિસેમ્બર 2021
સોમવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હિમાચલ પ્રદેશના પ્રવાસે છે. અહીં પીએમ મોદીએ આજે 11 હજાર કરોડની પરિયોજનાઓનુ લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો છે. આ દરમિયાન તેમણે મંડીમાં જનસભાને સંબોધિત કરી. અને સરકારના કેટલાક વિકાસ કાર્યો વિશે વાત કરી હતી. જે નીચે મુજબ છે…
પીએમ મોદીએ પોતાના સંબોધન કહ્યું કે હિમાચલ પ્રદેશ સાથે મારો હંમેશાથી એક ભાવનાત્મક સંબંધ રહ્યો છે. હિમાચલ પ્રદેશ છેલ્લા ચાર વર્ષમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ગત ચાર વર્ષમાં હિમાચલ પ્રદેશને પહેલુ એઈમ્સ મળ્યુ. હમીરપુર, મંડી, ચંબા અને સિરમોરમાં ચાર નવા મેડીકલ કોલેજ સ્વીકૃત કરવામાં આવ્યા છે. અહીં 11 હજાર કરોડ રુપિયાના ખર્ચે ચાર મોટા હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટસનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે.
હિમાચલ પ્રદેશના વખાણ કરતા પીએમ મોદીએ કહ્યું કેભારતને આજે ફાર્મસી ઓફ ધ વર્લ્ડ કહેવામાં આવે છે. આની પાછળ હિમાચલ પ્રદેશની ઘણી મોટી તાકાત છે. કોરોના વાયરસ વૈશ્વિક મહામારી દરમિયાન હિમાચલ પ્રદેશે ના માત્ર બીજા રાજ્યો જ નહીં પણ બીજા દેશોની પણ મદદ કરી. હિમાચલ પ્રદેશે પોતાની સમગ્ર પુખ્ત વસ્તીને વેક્સિન આપવામાં બાકી સૌ કરતા બાજી મારી લીધી. અહીં જે સરકારમાં છે, તે રાજનૈતિક સ્વાર્થમાં ડૂબેલા નથી પરંતુ તેમનું પૂરુ ધ્યાન હિમાચલ પ્રદેશના એક-એક નાગરિકને વેક્સિન કેવી રીતે મળે. તેની પર રાખ્યુ.
આ કોંગ્રેસી નેતાની જીભ લપ્સી! આપ્યું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- જીન્સ-મોબાઈલ વાળી નહીં, આ મહિલાઓ જ પીએમ મોદીથી પ્રભાવિત
આગળ તેમણે કહ્યું કે, ભારતે 2016માં લક્ષ્ય રાખ્યું હતું કે 2030 સુધીમાં તે તેની સ્થાપિત વીજળી ક્ષમતાના 40 ટકા બિન-અશ્મિભૂત ઉર્જા સ્ત્રોતોમાંથી પૂર્ણ કરશે, પરંતુ ભારતે આ વર્ષે નવેમ્બરમાં જ આ લક્ષ્યાંક હાંસલ કર્યો છે. આ 4 વર્ષમાં 2 વર્ષ સુધી અમે પણ કોરોના સામે જોરદાર લડત આપી છે અને વિકાસના કામો અટકવા દીધા નથી. જ્યારે ગીરી નદી પર બની રહેલ શ્રી રેણુકાજી ડેમ પ્રોજેક્ટ પૂર્ણ થશે ત્યારે મોટા વિસ્તારને તેનો સીધો ફાયદો થશે. આ પ્રોજેક્ટમાંથી જે પણ આવક થશે, તેનો મોટો હિસ્સો અહીંના વિકાસ પાછળ પણ ખર્ચવામાં આવશે.
હિમાચલમાં પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, અમે નક્કી કર્યું છે કે દિકરીઓના લગ્નની ઉંમર પણ તે જ હોવી જોઈએ જે ઉંમરમાં દિકરાના લગ્નની પરવાનગી મળે છે. દીકરીઓના લગ્નના 21 વર્ષ થવાથી તેમને અભ્યાસ માટે પણ પૂરો સમય મળશે અને તેઓ પોતાની કારકિર્દી પણ બનાવી શકશે. દરેક દેશમાં અલગ-અલગ વિચારધારાઓ હોય છે પરંતુ આજે આપણા દેશના લોકો સ્પષ્ટ રીતે બે વિચારધારાઓને જોઈ રહ્યા છે. એક વિચારધારા વિલંબની છે અને બીજી વિકાસની. વિલંબની વિચારધારા વાળા લોકોએ પહાડ પર રહેનાર લોકોની ક્યારેય પરવા કરી નથી. આ દરમિયાન આપ એક બીજુ મોડલ પણ જોઈ રહ્યા હશો જે પોતાનો સ્વાર્થ જોવે છે. જે રાજ્યોમાં તે સરકાર ચલાવી રહ્યા છે તેમાં પ્રાથમિકતા ગરીબના કલ્યાણની નથી પરંતુ ખુદના કલ્યાણની છે.
પ્લાસ્ટિકના કારણે પહાડોને થતા નુકસાન અંગે અમારી સરકાર પણ સતર્ક છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે દેશવ્યાપી અભિયાનની સાથે અમારી સરકાર પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પર પણ કામ કરી રહી છે. પીએમ મોદીએ કહ્યું, હિમાચલને સ્વચ્છ, પ્લાસ્ટિક અને અન્ય કચરાથી મુક્ત રાખવામાં પ્રવાસીઓની જવાબદારી પણ મોટી છે. આપણે સાથે મળીને અહીં-ત્યાં ફેલાતા પ્લાસ્ટિક, નદીઓમાં જતું પ્લાસ્ટિક, તેનાથી હિમાચલને જે નુકસાન થઈ રહ્યું છે તેને રોકવાનો પ્રયાસ કરવો પડશે.
જેકી શ્રોફના જ્યોતિષી પિતાએ તેમના ભાઈના મૃત્યુ ને લઈ ને કરી હતી આ આગાહી, અભિનેતાએ કર્યો મોટો ખુલાસો