Site icon

Raghuji Bhosale Sword: રઘુજી ભોસલે ની ઐતિહાસિક તલવાર લંડનથી મહારાષ્ટ્રમાં પરત, આશિષ શેલારએ કરી આવી જાહેરાત

Raghuji Bhosale Sword: રાજ્ય સરકારે 47.15 લાખમાં ખરીદી તલવાર; 16 ઓગસ્ટ સુધી મુંબઈ પહોંચશે, મરાઠા સામ્રાજ્યનો એક મૂલ્યવાન ખજાનો પાછો ફર્યો

Historic Sword of Raje Raghuji Bhosale Returns to Maharashtra from London

Historic Sword of Raje Raghuji Bhosale Returns to Maharashtra from London

News Continuous Bureau | Mumbai

Raghuji Bhosale Sword: નાગપુરના ભોસલે પરિવારના સંસ્થાપક રાજા રઘુજી ભોસલેની ઐતિહાસિક તલવાર લંડનથી રાજ્ય સરકારને સોંપવામાં આવી છે. આ તલવાર રાજ્યના સાંસ્કૃતિક મંત્રી આશિષ શેલારને લંડનમાં સુપરત કરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ તલવાર એક મધ્યસ્થી મારફત લગભગ  47.15 લાખમાં ખરીદી હતી. 16 ઓગસ્ટ સુધીમાં રાજા રઘુજી ભોસલેની આ તલવાર મુંબઈ પહોંચશે. છત્રપતિ શિવાજી મહારાજના ઐતિહાસિક વાઘનખ પછી હવે મરાઠા સામ્રાજ્યનો વધુ એક મૂલ્યવાન અને ઐતિહાસિક ખજાનો મહારાષ્ટ્રમાં પરત ફરી રહ્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Uddhav Thackeray: ઉદ્ધવ ઠાકરે દિલ્હીમાં પગ મૂકે તે પહેલા જ શિવસેનામાં ખળભળાટ, આ મહિલા સાંસદે PM મોદી સાથે કરી મુલાકાત

આ તલવારનું શું છે મહત્ત્વ?

રઘુજી ભોસલે છત્રપતિ શાહુ મહારાજના સમયમાં મરાઠા સેનાના એક મહત્વના સરદાર હતા. તેમની યુદ્ધનીતિ અને શૌર્યથી પ્રસન્ન થઈને છત્રપતિ શાહુ મહારાજે તેમને ‘સેનાસાહિબસૂબા’નો ખિતાબ આપ્યો હતો. રઘુજી ભોસલેએ 1745ના દાયકામાં બંગાળના નવાબો સામેના યુદ્ધ અભિયાનોનું નેતૃત્વ કરીને મરાઠા સામ્રાજ્યનો બંગાળ અને ઓડિશા સુધી વિસ્તાર કર્યો હતો. દક્ષિણ ભારતમાં પણ તેમણે પોતાનો લશ્કરી અને રાજકીય પ્રભાવ ઊભો કર્યો હતો.

તલવારની વિશેષતા અને ઇતિહાસ

આ તલવાર મરાઠા શૈલીની ‘ફિરંગ’ પદ્ધતિની તલવારનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે. એકધારી ધાર અને સોનાની કોતરણી આ તલવારની વિશેષતા છે. યુરોપિયન બનાવટની આ તલવાર 1700-1800 ના દાયકામાં ખૂબ પ્રખ્યાત હતી. આ તલવારના પાછળના ભાગમાં નીચેના ભાગમાં ‘શ્રીમંત રઘોજી ભોસલે સેનાસાહિબસૂબા’ એવું સોનાના પાણીથી લખેલું છે. જાણકારોનું માનવું છે કે 1718માં નાગપુરમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભોસલેના ખજાનાની લૂંટ કરી ત્યારે આ તલવાર લંડન લઈ જવામાં આવી હશે.

Manikrao Kokate Resignation: કોકાટે પર કાયદાનો ગાળિયો કસાયો: ધરપકડથી બચવા હોસ્પિટલમાં દાખલ મંત્રીનું રાજીનામું મંજૂર, પોલીસ ફોર્સ તૈનાત.
Mumbai High Court Builder Rent: ભાડું ન ચૂકવનારા બિલ્ડરોની હવે ખેર નથી! મુંબઈ હાઈકોર્ટનો આદેશ – ‘જો ભાડું નહીં આપો તો વેચાણ માટેના ફ્લેટ જપ્ત કરીને હરાજી કરાશે’
Uddhav Thackeray: ઠાકરેની પવારને કડક ચેતવણી: “અમારો સાથ જોઈએ કે અજિતનો?” કાકા-ભત્રીજાની મુલાકાતોથી ઉદ્ધવ કેમ્પમાં ખળભળાટ.
Maharashtra cold: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી: રાજ્યમાં કોલ્ડ વેવનો કહેર, આગામી ૨૪ કલાક માટે હવામાન વિભાગનું મોટું અપડેટ
Exit mobile version