News Continuous Bureau | Mumbai
Amit Shah BSF Foundation Day: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે રાજસ્થાનનાં જોધપુરમાં મુખ્ય અતિથિ તરીકે સરહદ સુરક્ષા દળ (બીએસએફ)ની 60મી સ્થાપના દિવસની પરેડમાં હાજરી આપી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, બીએસએફના મહાનિદેશક દલજીતસિંહ ચૌધરી અને અન્ય કેટલાક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગૃહ મંત્રીએ ( Amit Shah ) પોતાનાં સંબોધનમાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં દેશની સુરક્ષાની સ્થિતિમાં મોટું પરિવર્તન આવ્યું છે અને બીએસએફનાં જવાનોનું પ્રદાન સુવર્ણ અક્ષરે અંકિત કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, છેલ્લાં છ દાયકાથી વધારે સમય દરમિયાન બીએસએફએ સાહસ, પરાક્રમ અને બલિદાન મારફતે દેશની સંરક્ષણની પ્રથમ હરોળને મજબૂત કરી છે. તેમણે જણાવ્યું હતું કે બીએસએફે સરહદો પર તમામ પડકારોનો સામનો કર્યો છે અને દેશની પ્રથમ હરોળની સુરક્ષાને સશક્ત બનાવી છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, 1 ડિસેમ્બર, 1965થી બીએસએફે દેશની પૂર્વીય અને પશ્ચિમ સરહદોને સુરક્ષિત કરવાનો ઉત્કૃષ્ટ વિક્રમ જાળવી રાખ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, બીએસએફનાં 1992 જવાનોએ દેશની સુરક્ષા માટે પોતાનાં ( BSF personnel ) જીવનનું બલિદાન આપ્યું છે, જે માટે દેશનાં લોકો હંમેશા ઋણી રહેશે.
आज जोधपुर, राजस्थान में सीमा सुरक्षा बल के 60वें स्थापना दिवस परेड समारोह में वीर जवानों से संवाद किया।
देश की सीमाओं की सुरक्षा और अंतरराष्ट्रीय अपराधों को रोकने के लिए कटिबद्ध सीमा सुरक्षा बल के जवान रेगिस्तानों से लेकर दुर्गम जंगलों और बर्फीले पहाड़ों पर भी राष्ट्ररक्षा के… pic.twitter.com/ykwH0FJTRp
— Amit Shah (@AmitShah) December 8, 2024
કેન્દ્રીય ગૃહ મંત્રીએ ( Amit Shah BSF Foundation Day ) જણાવ્યું હતું કે, છ દાયકાથી બીએસએફે દેશની મજબૂત સુરક્ષા સુનિશ્ચિત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, બીએસએફ વિના દેશની વધતી જતી સુરક્ષા જરૂરિયાતો પૂર્ણ કરવી અશક્ય છે, જે બીએસએફની સ્થાપના સમયે 25 બટાલિયનથી વધીને આજે 193 બટાલિયન થઈ ગઈ છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, 2.7 લાખ જવાનો સાથે બીએસએફ દુનિયાનું સૌથી મોટું સરહદ પર સુરક્ષાદળ છે. તેમણે નોંધ્યું હતું કે, વર્ષ 2024માં પણ બીએસએફે વિવિધ કામગીરીઓ મારફતે નકલી ચલણ, નશીલા દ્રવ્યો, ઘૂસણખોરી અને ડાબેરી ઉગ્રવાદ સામે લડવાનો પોતાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશની સંરક્ષણની પ્રથમ હરોળ તરીકે બીએસએફનાં 1992 જવાનોએ પોતાનાં જીવનનું બલિદાન આપ્યું છે અને તેમાંથી અત્યાર સુધીમાં 1330 જવાનોને ચંદ્રકો એનાયત કરવામાં આવ્યાં છે. જેમાં 1 મહાવીર ચક્ર, 6 કીર્તિ ચક્ર, 13 વીર ચક્ર, 13 શૌર્ય ચક્ર, 56 સેના મેડલ અને 1,241 પોલીસ મેડલનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : Mahavikas Aghadi : મહાવિકાસ આઘાડીમાં ભંગાણ, આ પાર્ટીએ ગઠબંધનમાંથી અલગ થવાની કરી જાહેરાત
અમિત શાહે જણાવ્યું હતું કે, ઘણાં વર્ષોથી આપણી સરહદ ( BSF Foundation Day ) પર સુરક્ષાનીતિમાં સ્પષ્ટતાનો અભાવ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી તરીકે શ્રી અટલ બિહારી વાજપેયીનાં કાર્યકાળ દરમિયાન સરહદનાં વ્યવસ્થાપન માટે સંકલિત અભિગમ અને “એક સરહદ, એક દળ”ની નીતિ પ્રસ્તુત કરવામાં આવી હતી, જે શ્રી નરેન્દ્ર મોદીનાં પ્રધાનમંત્રી બન્યાં પછી વધારે વ્યાખ્યાયિત થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીનાં નેતૃત્વમાં સરહદી વિસ્તારોમાં મજબૂત માળખાગત સુવિધા વિકસાવવા, ગામડાંઓમાં કલ્યાણકારી યોજનાઓનાં 100 ટકા અમલીકરણ સુનિશ્ચિત કરવા તથા સરહદો પર દેશનાં પ્રથમ ગામડાઓમાં રેલવે, રોડ, જળમાર્ગો અને ટેકનોલોજી મારફતે ઉત્કૃષ્ટ જોડાણ સ્થાપિત કરવા મહત્ત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યાં છે. શ્રી શાહે ઉલ્લેખ પણ કર્યો હતો કે, જમીની બંદરો મારફતે કાયદાકીય વેપાર અને લોકો વચ્ચેનો સંપર્ક વધ્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી એ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશ સાથેની 591 કિલોમીટરની સરહદ ( Border Security ) પર ફેન્સિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે. તેમણે ઉમેર્યું હતું કે, સરહદનાં 1,159 કિલોમીટરનાં વિસ્તારમાં ફ્લડલાઇટ સ્થાપિત કરવામાં આવી છે અને 579 નિરીક્ષણ ચોકીઓ સાથે 573 સરહદી ચોકીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 685 સ્થળોએ વીજ જોડાણો, 575 સ્થળોએ પાણીના જોડાણો અને વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે 570 સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મોદી સરકારે આશરે 1,812 કિલોમીટરના દુર્ગમ વિસ્તારોમાં સરહદી માર્ગોનું નિર્માણ હાથ ધર્યું છે, જેનાથી આ વિસ્તારોનાં ગામડાંઓ સાથેની કનેક્ટિવિટીમાં વધારો થયો છે.
आज @BSF_India के 60वें स्थापना दिवस परेड समारोह में सीमा सुरक्षा बल के जवानों को उनके साहस, शौर्य और पराक्रम के लिए वीरता पदक, PPMDS और ट्रॉफी से सम्मानित किया।
देश की ‘फर्स्ट लाइन ऑफ़ डिफेन्स’ को मजबूत करने वाले सीमा सुरक्षा बल के जवानों के त्याग और बलिदान का यह देश सदैव ऋणी… pic.twitter.com/yQxQ2vZCUR
— Amit Shah (@AmitShah) December 8, 2024
અમિત શાહે જણાવ્યું હતું કે, મોદી સરકારની સૌથી મોટી સિદ્ધિ વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ છે, જે પ્રાયોગિક ધોરણે રૂ. 4,800 કરોડના નોંધપાત્ર બજેટ સાથે શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત દેશની ઉત્તર સરહદે આવેલા અનેક ગામો ખાસ કરીને સ્થળાંતરની સમસ્યાનો સામનો કરી રહેલા ગામોને વાઇબ્રન્ટ વિલેજ તરીકે વિકસાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આ ગામોનાં રહેવાસીઓને વ્યાપક કનેક્ટિવિટી, હેલ્થકેર સુવિધાઓ, ગરિમા, રોજગારી અને મૂળભૂત સુવિધાઓ પ્રદાન કરવા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. શ્રી શાહે ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમ આશરે 3,000 ગામડાઓમાં પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવ્યો છે અને આખરે તેને દેશની સરહદો પરનાં દરેક ગામમાં પણ વિસ્તારવામાં આવશે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, બીએસએફે ( BSF ) ઓખામાં દેશની સૌપ્રથમ નેશનલ કોસ્ટલ પોલીસ એકેડેમીની સ્થાપના કરી છે, જે દરિયાઈ સરહદોની સુરક્ષા માટે તૈનાત રાજ્ય પોલીસ અને સરહદની સુરક્ષા દળોને તાલીમ આપે છે. આ ઉપરાંત મોદી સરકારે આંતરરાષ્ટ્રીય સરહદ પર સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા માટે એક વ્યાપક ઇન્ટિગ્રેટેડ બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરી છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, સીઆઇબીએમએસને ધુબરીમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરવામાં આવ્યો છે અને શરૂઆતનાં પરિણામો અતિ પ્રોત્સાહક રહ્યાં છે. શ્રી શાહે ઉમેર્યું હતું કે, કેટલાક સુધારા પછી આ વ્યવસ્થા પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની સંપૂર્ણ સરહદો પર લાગુ થશે. તેમણે એ બાબત પર પણ પ્રકાશ પાડ્યો હતો કે, સરહદ પર વાડને મજબૂત કરવા, સરહદની ભારતની બાજુએ માર્ગોનું નિર્માણ કરવા અને અન્ય કેટલાંક માળખાગત પ્રોજેક્ટ્સ હાથ ધરવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે.
અમિત શાહે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ડ્રોનની સમસ્યા વધુ મહત્ત્વપૂર્ણ બનશે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, આ પડકારને પારખીને ‘સંપૂર્ણ સરકારી અભિગમ’ મારફતે એક લેસરથી સજ્જ એન્ટિ-ડ્રોન ગન માઉન્ટ સિસ્ટમ ( Anti Drone System ) વિકસાવવામાં આવી છે, જેમાં દેશની સરહદોની સુરક્ષા કરતા તમામ સરહદી સુરક્ષા દળો, સંરક્ષણ મંત્રાલય, ડીઆરડીઓ અને ભારત સરકારનાં વિવિધ સંશોધન વિભાગો સામેલ છે. તેમણે નોંધ્યું હતું કે પંજાબ સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર 55 ટકા ડ્રોન ઘૂસણખોરીને અટકાવવામાં આવી છે અને તેને તટસ્થ કરવામાં આવી છે, જે અગાઉની સરખામણીએ આશરે 3 ટકા જેટલો નોંધપાત્ર સુધારો દર્શાવે છે. શ્રી શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, થોડાં વર્ષોની અંદર દેશને ડ્રોન દ્વારા ઊભા થતાં જોખમો સામે રક્ષણ આપવા માટે એક વ્યાપક એન્ટિ-ડ્રોન યુનિટ સ્થાપિત કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra assembly speaker : રાહુલ નાર્વેકર મહારાષ્ટ્રના સ્પીકર તરીકે બિનહરીફ ચુંટાશે? વિપક્ષ કેમ આટલો લાચાર હતો, જાણો સમગ્ર કહાની.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી એ જણાવ્યું હતું કે, આપણાં સૈનિકો તેમનાં જીવનનાં સોનેરી વર્ષો તેમનાં કુટુંબો અને બાળકોથી દૂર રહીને અત્યંત પડકારજનક પરિસ્થિતિઓને સહન કરીને વિતાવે છે. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર દેશ તેમનાં ત્યાગ, સમર્પણ અને દેશભક્તિની પ્રશંસા કરે છે અને તેમનું સન્માન કરે છે. શ્રી અમિત શાહે સ્વીકાર્યું હતું કે, દરેક ઋતુ અને સંજોગામાં આપણા દળોનાં સૈનિકોએ ઉત્કૃષ્ટતા સાથે પોતાની ફરજો અદા કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સૈનિકો દેશની સંરક્ષણની પ્રથમ હરોળ તરીકે ઊભા છે, જે કુદરતી આપત્તિઓ, આતંકવાદી હુમલાઓ અને નાગરિકોની સુરક્ષા માટે ડાબેરી ઉગ્રવાદ સામે લડતી વખતે દેશની સુરક્ષાને સુનિશ્ચિત કરે છે. તેમણે નોંધ્યું હતું કે, આ સૈનિકોનાં દરેક પગલાં, સંઘર્ષ અને વિજયથી દેશમાં એવી માન્યતા જન્મે છે કે, ભારત અજેય છે અને તેને હરાવી શકાય તેમ નથી. તેમણે 1.4 અબજ ભારતીયોના હૃદયમાં અજેયતાની આ ભાવનાનો શ્રેય સંપૂર્ણપણે આપણી સરહદોની રક્ષા કરતા સૈનિકોને આપ્યો હતો. ગૃહ પ્રધાને કહ્યું કે આ સૈનિકોના સમર્પણ અને બહાદુરી વિના 2047 સુધીમાં વડા પ્રધાન મોદીના સંપૂર્ણ વિકસિત ભારતના દ્રષ્ટિકોણને પ્રાપ્ત કરવું અશક્ય છે. તેમના સાહસ, ત્યાગ અને પ્રતિબદ્ધતાથી જ આ લક્ષ્યને સાકાર કરી શકાય છે.
અમિત શાહે જણાવ્યું હતું કે, મોદી સરકારે દેશનાં સુરક્ષા દળોનાં કલ્યાણ માટે કેટલીક પહેલો હાથ ધરી છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, આયુષ્માન સીએપીએફ યોજના મારફતે 41,21,443 કર્મચારીઓ અને તેમનાં પરિવારજનોને આયુષ્માન સીએપીએફ કાર્ડ આપવામાં આવ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, સૈનિકો અને તેમના પરિવારોની આરોગ્ય સેવા સુનિશ્ચિત કરવા માટે દેશભરની હજારો હોસ્પિટલોને આ કાર્ડ સાથે જોડવામાં આવી છે, જે જવાબદારી વડા પ્રધાન મોદીએ લીધી છે. તેમણે વધુમાં માહિતી આપી હતી કે અત્યાર સુધીમાં 14.83 લાખ કેસોને આવરી લેતા ₹1,600 કરોડના દાવાઓનું સમાધાન થઈ ગયું છે. આ ઉપરાંત 29,890 હોસ્પિટલોમાં કર્મચારીઓ અને તેમના પરિવારોને કેશલેસ હેલ્થકેર સેવાઓ પૂરી પાડવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, આવાસ સંતોષનો ગુણોત્તર વધારવા માટે છેલ્લાં 5 વર્ષમાં 13,000 મકાનોને મંજૂરી આપવામાં આવી છે અને આ જ સમયગાળા દરમિયાન 11,000 મંજૂર થયેલાં મકાનોનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. આ ઉપરાંત 111 બેરેક બનાવવામાં આવી છે અને સીએપીએફ ઇ-હાઉસિંગ વેબ પોર્ટલ મારફતે ખાલી મકાનોની ફાળવણી કરવામાં આવી છે. શ્રી શાહે એ વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો કે, તમામ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ)એ વૃક્ષારોપણમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. તેમણે નોંધ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને ગામડાંઓ સુધી પહોંચાડવા માટે તમામ દળોએ નોંધપાત્ર પ્રયાસો કર્યા છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)