News Continuous Bureau | Mumbai
ચોમાસુ(Monsoon) જેમની પર જરૂરિયાત કરતા વધારે મહેરબાન થયું ત્યાં કહેર બનીને તૂટ્યું પડ્યું અને જેમનાથી રિસાયું છે ત્યાં ૩૦-૪૦ ટકા કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે. યુપી(UP), એમપી(MP) અને રાજસ્થાન(Rajasthan) સહિતના રાજ્યો ભારે વરસાદને(Heavy rain) કારણે મુશ્કેલીમાં મુકાયા છે. ઓડિશામાં (Odisha) ૧૦ લાખથી વધુ લોકો ભારે વરસાદ બાદ સર્જાયેલા પૂરથી પ્રભાવિત(affected by floods) થયા છે.
આ વર્ષે ગુજરાતમાં(Gujarat) મન મૂકીને વરસાદ પડ્યો છે. ગુજરાતના લગભગ તમામ ડેમ છલોછલ ભરાઈ ગયા છે. પરંતુ ગુજરાતમાંથી ચોમાસુ હજુ ગયુ નથી. ગુજરાતમાં વધુ એકવાર ચોમાસાનો રાઉન્ડ આવશે. હવામાન આગાહીકાર અંબાલાલ (Weather forecaster Ambalal) વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી છે. આગાહી મુજબ રાજ્યના અનેક ભાગોમાં આજથી હવામાનમા પલટો આવી શકે. ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળશે. ૩૦ અને ૩૧ તારીખે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાકમા વિસ્તારમા વરસાદ આવી શકે છે. સૌરાષ્ટ્ર અને દ ગુજરાતમાં(Saurashtra and De Gujarat) પણ વરસાદ આવવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં (in Ahmedabad and Gandhinagar) ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. સપ્ટેમ્બરની શરૂઆત અને મહિનાના બીજા સપ્તાહમાં વરસાદ તૂટી પડશે.
આ સમાચાર પણ વાંચો: મનસે પ્રમુખ રાજ ઠાકરેએ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને સાથે કરી મુલાકાત- બંને દિગજ્જો વચ્ચે એક કલાક ચાલી બેઠક- રાજકીય અટકળો તેજ
એમપી હવામાન વિભાગના(MP Meteorological Department) જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં(Bay of Bengal) લો પ્રેશરના પ્રભાવથી આગામી બે દિવસ સુધી વરસાદનો દોર જોવા મળશે. મધ્ય પ્રદેશમાં ૨૮ થી ૩૧ ઓગસ્ટ વચ્ચે ભોપાલ- નર્મદાપુરમમાં( Bhopal- in Narmadapuram) ભારે વરસાદ અને ઇન્દોર- ઉજ્જૈન(Indore-Ujjain) સહિતના ભાગોમાં છૂટોછવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં પાછું ખેંચાવાના તબક્કામાં પ્રવેશવાની શક્યતા છે. જે સામાન્ય તિથિથી લગભગ એક પખવાડિયા પહેલા હશે. હવામાન વિભાગ દ્વારા ગુરુવારે આ માહિતી આપવામાં આવી હતી. દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ પાછું ખેંચાવાની સામાન્ય તારીખ ૧૭ સપ્ટેમ્બર છે