News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં અનેક ભાગોમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન હવામાન ખાતાએ આગાહી કરી છે કે આવતા ચાર દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં રસતરબોળ વરસાદ વરસે તેવી શક્યતા છે. મહારાષ્ટ્રના સાત(૭) જિલ્લામાં રેડ એલર્ટ જ્યારે ૧૫ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : પડતા પર પાટુ- દૂધ-દહીં- અનાજ કરિયાણા પર પણ GST- સરકારના સૂચન સામે વેપારી આલમનો વિરોધ- નાગરિકોને પડશે આર્થિક ફટકો
હવામાન ખાતા દ્વારા રાજ્યમાં આજે રત્નાગીરી, કોલ્હાપુર તથા ગઢચિરોલીમાં અને આજથી 14 જુલાઈ સુધી રાયગઢ, નાશિક અને પુણેમાં રેડ એલર્ટ જારી કરાયો છે. આ દિવસોમાં આ તમામ સ્થળોએ રસતરબોળ વરસાદ વરસે તેવી શક્યતા છે. તો વળી બાકીના દિવસોમાં મુંબઈ, થાણે, સિંધુદુર્ગ, ચંદ્રપુર, નાગપુર, અમરાવતી,અકોલા, ઔરંગાબાદ, જાલના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરાયો છે.