ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
ગાંધીનગર
08 ઓગસ્ટ 2020
આજે ડિજિટલ યુગ નો ભરપૂર ઉપયોગ સરકારી કચેરીઓ પણ કરતી થઈ ગઈ છે. પહેલાં કોઈ પણ સરકારી કામો માટે ઓફિસોના ચક્કર કાપવા પડતા હતા. પરંતુ હવે ઘરે બેઠા તમારા જમીનની માપણી પણ તમે કરાવી શકશો. કોરોનાવાયરસ ની હાલની સ્થિતિમાં લોકોના કામ ઘરે બેઠા થાય, સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે, એ માટે ગુજરાત સરકારે જમીન માપણી અરજીઓ આઈ.ઓ.આર.ઓ. પર સ્વીકારવાની અને જમીનની માપણીની અરજીઓ માટે આઈ.મોજણી થી ઓનલાઇન કરવાના નિર્ણય લીધો છે..
ગુજરાત સરકારના મહેસુલ વિભાગના આદેશ મુજબ આઈ.ઓ.આર.ઓ. નો ઉપયોગ કરતાં જ સિસ્ટમમાં ઉપલબ્ધ ફોર્મ ખુલશે. જો કોઈ વ્યક્તિને ઓનલાઈન અરજી કરતા ન આવડતી હોય તો નજીકના ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર સેન્ટર માં જઇને અરજી કરી શકે છે. હાલ પ્રથમ તબક્કામાં ખેડૂતોની હકની માપણી, હિસ્સા માપણી અને પૈકી માપણી ઓનલાઇન કરવામાં આવી છે. આગામી દિવસોમાં મહેસુલ વિભાગ સાથે જોડાયેલી અન્ય વધુ પ્રકારની અરજીઓ પણ ઓનલાઇન ઉપલબ્ધ થશે.
અરજદારે દરેક સરવે નંબર દીઠ અલગ અલગ અરજી કરવાની રહેશે. હિસ્સા અને હદ માપણી માં જો એક સર્વે નંબરના પાણીયા હશે તો એક જ અરજી કરશો તો ચાલશે. જો અરજદાર સાદી માપણી કરાવવા માંગતો હશે તો પેમેન્ટ કર્યાના 60 દિવસમાં માપણી થઇ જશે.. જ્યારે માપણી માટે સરવેયર આવે ત્યારે અરજદારે જે તે ગ્રામ પંચાયત કચેરીએ પોતાના આઇડેન્ટિટી કાર્ડ સાથે હાજર રહેવું પડશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com