ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 સપ્ટેમ્બર, 2021
શનિવારગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ હવે અટકળો તેજ થઈ રહી છે કે ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનશે? આવા સમયે એવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે કે હાલ ગુજરાતના ઉપ મુખ્યમંત્રી એવા નીતિન પટેલ નવા મુખ્યમંત્રી બની શકે છે.
ઉલ્લેખનીય છે કે આગામી વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે. આવા સમયે પાટીદાર ફેક્ટરને ખાળવા માટે ભારતીય જનતા પાર્ટીએ આ મોટું પગલું ઉચક્યું છે. જો કે ડાર્ક હોર્સ તરીકે સી આર પાટીલ, પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા ના નામ પણ ચર્ચામાં છે.
સૌથી મોટા સમાચાર : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું.
એવું માનવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી પદની રેસમાં નીતિન પટેલ સૌથી આગળ છે જ્યારે કે અન્ય ત્રણ નેતાઓના નામ પણ ચર્ચામાં છે.
ભારતીય જનતા પાર્ટી એવો પક્ષ છે જે સરપ્રાઈઝ આપવામાં મોખરે છે. આથી ભાજપ હવે કયું કાર્ડ રમે છે તે જોવાનું દિલચસ્પ રહેશે.