ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
11 જાન્યુઆરી 2021
આમ તો ગુજરાતને ડ્રાય સ્ટેટ (જ્યા દારૂ પીવાની બંદી હોય) માનવામાં આવે છે. પરંતુ થોડાથોડા દિવસો પહેલા, દેશમાં સૌથી વધુ દારૂનો વપરાશ ધરાવતા રાજ્યોના આંકડા બહાર પાડવામાં આવ્યાં. તેમાં દારૂ પીનારા પુરુષો અને સ્ત્રીઓના પ્રમાણનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
હવે આ સંદર્ભમાં બીજા આંકડા બહાર પાડવામાં આવ્યો છે જે ગુજરાત રાજ્યના છે. એક સર્વેમાં જાણવા મળ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં પુરુષો કરતા દારૂ પીતી સ્ત્રીઓ ની સંખ્યા વધી ગઈ છે. રાષ્ટ્રીય કૌટુંબિક આરોગ્ય સર્વે દ્વારા આ અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ઇન્સ્ટિટ્યૂટમાં 33,343 મહિલાઓ અને 5,351 પુરુષોનો સર્વે કરવામાં આવ્યો છે. તેમાંથી 200 મહિલાઓ અને 310 પુરુષોએ દારૂ પીવાનો દાવો કર્યો હતો. સર્વેમાં જણાયું કે 2015 માં પુરુષોનું પ્રમાણ વધારે હતું. 2020 માં આ પ્રમાણમાં ઘટાડો થયો. 2015 માં ગ્રામીણ ગુજરાતમાં મહિલાઓ દારૂ પીવાનું પ્રમાણ 0.4 ટકા હતું. જે 2020 માં 0.8 ટકાના જેટલું વધ્યું છે. ઉપરાંત પુરુષોનું પ્રમાણ પણ ઘણાં ટકા ઘટી ગયું છે. આમતો ગુજરાતમાં દારૂબંધી હોવાને કારણે દારૂ પીવો એ ગુનો માનવામાં આવે છે.
@..મહિલાઓ આ પ્રથાને જાળવવા માટે દારૂ પીવે છે..
ગુજરાતમાં અમુક સમાજમાં, પુરુષો અને મહિલાઓ સાથે બેસીને દારૂ પીવાની પ્રથા છે. તેઓ અમુક તહેવારો દરમિયાન દારૂ પણ પીતા હોય છે. સમાજશાસ્ત્રીના જણાવ્યાં મુજબ આદિવાસી સમાજમાં હજી પણ આ પ્રથાઓનું પાલન કરવામાં આવે છે, તેથી રાજ્યમાં સ્ત્રીઓનું પ્રમાણ વધુ જણાય છે.
