ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 નવેમ્બર 2021
મંગળવાર.
મહારાષ્ટ્રમાં કોરોના રસીના માત્ર એક ડોઝથી સંતુષ્ટ, બીજા ડોઝથી મોં ફેરવી લેનારા લોકોની સંખ્યા લાખોમાં છે.
પ્રાપ્ત જાણકારી મુજબ રાજ્યના 90 લાખથી વધુ નાગરિકોએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો નથી.
રાજ્યમાં કોરોના રસીના બંને ડોઝ લેનારા લાભાર્થીઓની ટકાવારી 41 છે, જ્યારે પ્રથમ ડોઝ લેનારા લાભાર્થીઓની ટકાવારી 80% છે.
રાજ્યમાં રસીકરણ અભિયાનની ગતિ ધીમી પડી છે. તેનું કારણ એ છે કે લોકોએ દિવાળી પછી રસીકરણ તરફ મોં ફેરવી લીધું છે.
કોરોના સંક્રમણમાં ઘટાડો થયા બાદ કેટલાક લોકો બીજો ડોઝ લેતા ખચકાય છે. પરંતુ તે ખતરનાક સાબિત થઈ શકે છે.
નિષ્ણાતો કહે છે કે ઓમિક્રોનની સારવાર માટે રસીકરણ એ સૌથી અસરકારક રીતોમાંની એક છે.
ડિસેમ્બરમાં શિવસેના વધુ 3 નેતાઓના કૌભાંડો બહાર લાવીને ભાજપના આ નેતાએ આપી ધમકી. જાણો વિગત