ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ 27 એપ્રિલ 2021.
મંગળવાર.
કોરોના મહામારીમાં પીપીઈ કિટ પહેરીને કોરોના દર્દીઓની સારવાર કરતાં ડોક્ટર્સ અને ફ્રન્ટ લાઇનર વર્કર્સ તો આપણે જોયા છે. પરંતુ પીપીઈ ડ્રેસ પહેરીને લગ્ન કરતાં વર વધુ જોયા છે? તો જવાબ છે હા. સોમવારે રતલામ માં એક લગ્ન થયા જેમાં વર અને વધૂ પીપીઈ ડ્રેસ પહેરીને સાત ફેરા લીધા હતા.

રતલામ શહેરના એક માંગલિક ભવનમાં થનાર લગ્નમાં વરરાજા કોરોના પોઝીટીવ હોવા છતાં લગ્ન કરવા જઈ રહ્યો હતો તેવી જાણકારી મળતાં જ પ્રશાસનના ઓફિસરો લગ્નસ્થળે તે લગ્ન રોકવા પહોંચી ગયા હતા. પરંતુ ત્યાં ઉપસ્થિત પરિવારના સદસ્યોએ ઘરમાં હાજર વયોવૃદ્ધ વડીલની હાજરી ને માન આપીને લગ્ન ન ટાળવાની વિનંતી કરી હતી. તેમની વિનંતીને માન આપીને ઓફિસર તો પીગળી ગયા પણ તેમણે પીપીઈ ડ્રેસ પહેરીને લગ્ન કરવાની શરત રાખી હતી. ઓફિસરોની શરતને માન્ય રાખીને વર અને વધુ એ પીપીઈ ડ્રેસ પહેરીને લગ્ન કર્યા હતા.
લોક માંગણીનો મુંબઈ મહાનગરપાલિકાએ કર્યો સ્વીકાર, હવે સીબીએસસી શિક્ષણ નર્સરી થી શરૂ થશે
જો કોરોના મહામારી આમ જ વધતી ચાલશે તો ભવિષ્યમાં લગ્નેચ્છુક યુવક અને યુવતીએ પીપીઈ ડ્રેસ પહેરીને જ લગ્ન કરવાનો વારો આવશે.