ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 નવેમ્બર 2021
ગુરુવાર.
કોરોના નિયંત્રણમાં આવતા જ શિરડીના સાઈબાબાના મંદિરને પણ ભક્તો માટે ખુલ્લુ મુકવામા આવ્યું હતું. જોકે ભક્તોને નિયંત્રિત સંખ્યામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. તો ભક્તો માટે હજી પ્રસાદાલાય ખુલ્લુ મુકાયુ નહોતું. જોકે હવે શિરડી મંદિરમાં આવતી કાલથી ભક્તો માટે પ્રસાદાલાય ખુલ્લુ મૂકવાની જાહેરાત કરવામાં આવી છે.
જિલ્લા પ્રશાસનના જણાવ્યા મુજબ આવતી કાલેથી તમામ ભક્તો માટે પ્રસાદાલાય ખુલ્લુ મુકવામાં આવશે. જોકે અહીં 50ટકા ક્ષમતાએ પ્રવેશનો પ્રવેશ આપવામાં આવશે. તો કોવિડ પ્રતિબંધાત્મક નિયમોનું પાલન કરવાનું પણ ફરજિયાત રહેશે.
કોરોના વિદેશમાં ફેલાય છે પરંતુ ચિંતા મુંબઈ મહાનગરપાલિકાની વધી રહી છે, જાણો કેમ?
અહીં ઉલ્લેખનીય છે કોરોના નિયંત્રણમાં આવ્યા બાદ રાજય સરકારે ધીમે ધીમે રાજયના તમામ ધાર્મિક સ્થળોને ખોલવાની મંજૂરી આપી હતી. જેમાં શિરડીમાં અત્યાર સુધી ફક્ત ઓનલાઈન પાસ લઈને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો. પરંતુ ચારેક દિવસ પહેલા જ મંદિરમાં પ્રતિદિન 10,000 ભક્તોને ઓફલાઈન મંજૂરી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. તેથી મંદિરોમાં હાલ મોટા પ્રમાણમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે.