Site icon

1992 Riots & 1993 Blasts: 1992ના રમખાણો અને 1993ના વિસ્ફોટોમાં મહારાષ્ટ્ર સરકારે વળતર માટે પીડિતોના પરિજનો અંગે લેવામાં આવ્યું પગલું.

1992 Riots & 1993 Blasts: 14 માર્ચના રોજ સરકાર દ્વારા જારી કરાયેલા પત્રમાં, રમખાણો અને વિસ્ફોટો પછી જીવ ગુમાવનારા અથવા ગુમ થયેલા લોકોના પરિવારોને આગામી મહિના સુધીમાં શહેર અને ઉપનગરીય કલેક્ટરની કચેરીઓનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી હતી.

In the 1992 riots and 1993 blasts, the Maharashtra government took action to compensate the families of the victims.

In the 1992 riots and 1993 blasts, the Maharashtra government took action to compensate the families of the victims.

News Continuous Bureau | Mumbai

1992 Riots & 1993 Blasts: મુંબઈમાં 1992ના સાંપ્રદાયિક રમખાણો અને 1993ના બોમ્બ વિસ્ફોટોના (  1993 bomb blasts ) ત્રણ દાયકા પછી, મહારાષ્ટ્ર સરકારે ઘટનાઓ દરમિયાન માર્યા ગયેલા અથવા ગુમ થયેલા લોકોના પરિવારોને વળતર આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

Join Our WhatsApp Community

14 માર્ચના રોજ સરકાર ( Maharashtra Government ) દ્વારા જારી કરાયેલા પત્રમાં, રમખાણો અને વિસ્ફોટો પછી જીવ ગુમાવનારા અથવા ગુમ થયેલા લોકોના પરિવારોને આગામી મહિના સુધીમાં શહેર અને ઉપનગરીય કલેક્ટરની કચેરીઓનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી હતી. નોંધનીય છે કે, આ પગલું નવેમ્બર 2022ના સુપ્રીમ કોર્ટના આદેશથી પ્રેરિત હતું. જેમાં ડિસેમ્બર 1992ના સાંપ્રદાયિક રમખાણો અને મુંબઈમાં માર્ચ 1993ના બોમ્બ વિસ્ફોટો વચ્ચેના સમયગાળાથી મૃત કે ગુમ થયેલા વ્યક્તિઓના કાયદેસરના વારસદારોને શોધી કાઢવા માટે મહારાષ્ટ્ર સરકારને નિર્દેશ આપવામાં આવ્યો હતો.

 તાજેતરમાં સરકારે મૃત કે ગુમ વ્યક્તિઓની યાદી જાહેર કરી હતી…

ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 1992 અને જાન્યુઆરી 1993 દરમિયાન મુંબઈમાં ( Mumbai ) સાંપ્રદાયિક તણાવ અને રમખાણોમાં લગભગ 900 લોકોના મોત થયા હતા અને 168થી વધુ લોકો ગુમ થયા હતા. 12 માર્ચ, 1993 ના રોજ, શહેરના કેટલાક ભાગોમાં 13 વિસ્ફોટ થયા હતા. જેમાં 257 લોકો માર્યા ગયા હતા. સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર, 1998માં રાજ્ય સરકારે રમખાણો અને વિસ્ફોટોની ઘટનાઓમાં દરેક મૃતક અથવા ગુમ થયેલા પીડિતોના પરિવારોને 2 લાખ રૂપિયાનું વળતર ( Compensation ) જાહેર કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  Kriti kharbanda: નવવધૂ કૃતિ ખરબંદા નું આ રીતે થયું તેની સાસરી માં સ્વાગત, વિડીયો થયો વાયરલ

આ અંગે તાજેતરના એક પત્રમાં, સરકારે મૃત કે ગુમ વ્યક્તિઓની યાદી જાહેર કરી હતી. જેમના કાનૂની સંબંધીઓ સરકારી વેબસાઈટ પર શોધી શકાયા નથી. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, સૂચિબદ્ધ મૃત/ગુમ થયેલ વ્યક્તિઓના કાનૂની વારસદારોને સરકાર તરફથી નાણાકીય સહાય માટે જરૂરી દસ્તાવેજો અને ઓળખ પુરાવા સાથે એક મહિનાની અંદર મુંબઈ શહેર અને મુંબઈ ઉપનગર કલેક્ટર કચેરીનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.

 

 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version