ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૭ એપ્રિલ 2021
શનિવાર
અનેક રાજ્ય સરકારોએ લોકોને લાઇન પર લાવવા માટે કડક પગલાં લેવાની શરૂઆત કરી છે. માસ્ક ન પહેરવું એ ગુનો છે તેમ છતાં આ સંદર્ભે લોકો ઉદાસીનતા સેવે છે.
જો કે ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લામાં આ સંદર્ભે સ્થાનિક પ્રશાસને કડક પગલાં લીધા છે. સ્થાનિક પ્રશાસને પરિપત્ર બહાર પાડ્યું છે કે જે કોઈ દુકાનમાં અથવા રેસ્ટોરન્ટમાં અથવા ગલ્લા પર દુકાનદાર અથવા ગ્રાહક એ બેમાંથી કોઈ પણ વ્યક્તિ માસ્ક દેખાશે તે વ્યવસાયક અસ્થાપનને સાત દિવસ માટે સીલ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં લોકડાઉન લાદવામાં આવ્યું નથી. આ પરિસ્થિતિમાં કડક કાયદો લોકોને ઠેકાણે લાવશે.