News Continuous Bureau | Mumbai
Gujarat Wind energy: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા સોલાર, જળ, પવન જેવી પરંપરાગત ઊર્જા ઉત્પાદનમાં ( Energy production ) ભારતને વધુને વધુ પગભર બનાવવા અનેકવિધ નવીન પ્રકલ્પો હાથ ધર્યા છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં પ્રથમવાર અલાયદો કલાઈમેટ ચેન્જ વિભાગ શરૂ કરીને પર્યાવરણના સંરક્ષણ ક્ષેત્રે નવી કેડી કંડારી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત ( Gujarat ) વિવિધ પરંપરાગત ઊર્જાના સ્થાયી સ્ત્રોત વિકસાવવા હરહમેંશ પ્રયત્નશીલ છે. જેના ફલશ્રુતિરૂપે ગુજરાત પવન ઊર્જા ઉત્પાદનમાં ( wind power generation ) સમગ્ર દેશમાં નંબર વન રાજ્ય બન્યું છે. પવન ઊર્જા એટલે કે વિન્ડ એનર્જી ( Wind Energy ) ક્ષેત્રે સમગ્ર દેશમાં તા. ૩૧ જુલાઈ-૨૦૨૪ની સ્થિતિએ ૪૭,૦૭૫.૪૩ મે.વો.ની ક્ષમતા ધરાવતા વિન્ડ પાવર પ્રોજેક્ટો સ્થાપવામાં આવ્યા છે. જેમાં ગુજરાત ૧૨,૧૩૨.૭૮ મે.વો.થી વધુ ક્ષમતા સાથે દેશમાં અગ્રેસર-પ્રથમ ક્રમે છે, જે દેશના કુલ ઉત્પાદનના આશરે ૨૫.૮ ટકા જેટલું થાય છે, આ ક્ષેત્રે ગુજરાતે વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે, તેમ કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવાયું હતું.
મંત્રી શ્રી મુળુભાઈએ ( Mulubhai Bera ) વધુ વિગતો આપતા કહ્યું હતું કે, વર્ષ ૨૦૩૦ સુધીમાં રાજ્ય સરકારે ( Gujarat Government ) પરંપરાગત-રિન્યુએબલ એનર્જીમાં ૧૦૦ ગીગાવોટની ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. આ લક્ષ્યાંકને ઝડપી હાંસલ કરવા કેન્દ્ર સરકારના સંકલનમાં રહીને ગુજરાત સરકારે અનેક યોજનાઓ અમલી બનાવી છે. ઉપરાંત ગુજરાત એનેર્જી ડેવેલપમેન્ટ એજન્સી-GEDA દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ પવન ઊર્જા પ્રોજેક્ટસ સ્થાપવા માટે સંભવિત સ્થળોની ઓળખ કરવામાં આવી છે. સાથે જ, રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં પણ પવન ગતિનો અભ્યાસ કરતાં સફળ પરિણામો પ્રાપ્ત થયા છે, જેનાથી પવન ઊર્જા પ્રોજેક્ટ્સ વધુ પ્રભાવશાળી રીતે આગામી સમયમાં વિકસાવવામાં આવશે,તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
કલાઈમેટ ચેન્જ વિભાગના રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ૩ વર્ષમાં પવન ઊર્જા ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે, એટલું જ નહિ પરંતુ ગુજરાતે પવન ઊર્જા ક્ષેત્રે અનેક પુરસ્કાર અને સિદ્ધિઓ પણ મેળવી છે. અગાઉ વર્ષ ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩માં ‘એસોસિએશન ઓફ રિન્યુએબલ એનર્જી એજન્સી ઓફ સ્ટેટસ-AREAS’, વર્ષ ૨૦૨૧-૨૨માં ‘રાષ્ટ્રીય પવન ઊર્જા સંસ્થા-NIWE’ તેમજ વર્ષ ૨૦૨૩-૨૪માં નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય-MNRE દ્વારા રાજ્યને સૌથી વધુ પવન ઊર્જા સ્થાપિત ક્ષમતા હાંસલ કરવા માટે વિવિધ ચાર એવાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Hindi Diwas 2024: વિદ્યાર્થીઓને હિન્દી માધ્યમથી શિક્ષણ સાથે જીવન ઘડતરના પાઠ ભણાવતી સુરતના ભટારની ૬૧ વર્ષ જૂની વિદ્યાભારતી હિન્દી વિદ્યાલય
મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે કહ્યું હતું કે, સૌથી વધુ ૧,૬૦૦ કિ.મી.ની લંબાઇ ધરાવતો દરિયા કિનારો, વિશાળ મેદાન તેમજ સરળ ભૂપ્રદેશના પરિણામે, પવન ઊર્જા ઉત્પાદન માટે ગુજરાત આદર્શ સ્થળ રહ્યું છે. જેને ધ્યાને રાખીને રાજ્યમાં વર્ષ ૧૯૯૩-૯૪માં દેશની સૌથી પ્રથમ ‘પવન ઊર્જા નીતિ’ જાહેર કરવામાં આવી હતી. જ્યારે, હાલમાં છઠ્ઠી નીતિ એટલે કે ‘ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી-૨૦૨૩’ અમલમાં છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર સતત નવી ટેકનોલોજીઓ અને યોજનાઓને અમલી બનાવી પવન ઊર્જા ક્ષેત્રે ગુજરાતને વધુ વિકસિત બનાવવા નિરંતર પ્રયાસ કરી રહી છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.