ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારના મંત્રીઓ એક પછી એક સરકારી એજન્સીના હાથે ચઢી રહી છે. મહારાષ્ટ્રના કદાવર નેતાઓના અને તેમના ખાસ કહેવાતા મિત્રો પર ઇન્કમ ટૅક્સે ધાડ પાડી છે. ઘર તથા ઑફિસ સહિત લગભગ 40 ઠેકાણે ઇન્કમ ટૅક્સે છાપો માર્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઇન્કમ ટૅક્સ વિભાગે રાજ્ય સરકારના કદાવર કહેવાતા પ્રધાન અશોક ચવાણ, જિતેન્દ્ર આવ્હાડ, એકનાથ શિંદે તથા સુભાષ દેસાઈના નજીકના કહેવાતા લોકોની ઑફિસ તથા ઘર પર છાપો માર્યો હતો. જેમાં પુણે અને મુંબઈના જાણીતા બિલ્ડરોનો સમાવેશ થાય છે. એમાં પુણેના બિલ્ડર તો અશોક ચવાણના એકદમ નજીકના માણસ ગણાય છે, તો થાણેનો બિલ્ડર એકનાથ શિંદેની નજીક અને મુંબઈના બિલ્ડર સુભાષ દેસાઈ અને જિતેન્દ્ર આવ્હાડની નજીકના માણસ ગણાય છે.
મહારાષ્ટ્રના આ જિલ્લામાં આદમખોર વાઘનો આતંક : અત્યાર સુધી આટલા લોકોને ફાડી નાખ્યા
ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટની આ છાપામારી દરમિયાન મહત્ત્વના દસ્તાવેજો હાથ લાગ્યા હોવાનું કહેવામાં આવે છે. અમુક લોકોની આ પ્રકરણમાં ધરપકડ પણ કરવામાં આવી છે. અહીં ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખના ઘર અને ઑફિસ પર છાપો મારવામાં આવ્યો હતો, જેમાં તેમની અનેક છૂપી સંપત્તિનો ખુલાસો થયો હતો.