Indian Navy: આસામના દિમા હસાઓ જિલ્લામાં આવેલા દૂરના ઔદ્યોગિક નગર ઉમરાંગસોમાં ફસાયેલા ખાણિયાઓને બચાવવામાં મદદ માટેની તાકીદની વિનંતીના જવાબમાં ભારતીય નૌકાદળે મદદ કરવા માટે એક વિશિષ્ટ ટીમને તૈનાત કરી છે. ટીમમાં એક અધિકારી અને અગિયાર ખલાસીઓનો સમાવેશ થાય છે, તેમાં ઉચ્ચ પ્રશિક્ષિત ક્લિયરન્સ ડાઇવર્સ પણ સામેલ છે જે ઊંડા પાણીમાં ડાઇવિંગ અને બચાવ કામગીરીમાં કુશળ છે.
ટીમ આ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ મિશન માટે સંપૂર્ણ રીતે સજ્જ છે તથા શોધ અને બચાવ માટે ડીપ ડાઇવિંગ ગિયર્સ અને પાણીની અંદર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ (ROVs) જેવા વિશિષ્ટ સાધનો ધરાવે છે.
આ સમાચાર પણ વાંચો : Indian Navy: ભારતીય નૌકાદળના 60-દિવસીય પ્રોગ્રામમાં માનસિક સ્વાસ્થ્ય પર વર્કશોપનું આયોજન
તાત્કાલિક અને અસરકારક પ્રતિસાદ સુનિશ્ચિત કરવા માટે ભારતીય સેના, NDRF અને સ્થાનિક નાગરિક વહીવટીતંત્ર સાથે નજીકના સંકલનમાં પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.
ભારતીય નૌકાદળની ટીમ વિશાખાપટ્ટનમથી તારીખ 07 જાન્યુઆરી 25ના રોજ IAF દ્વારા સંકલિત એરલિફ્ટના માધ્યમથી ઘટનાસ્થળે પહોંચી હતી.
સઘન શોધ અને બચાવ અભિયાનની સાથે સરળ અને સમયસર બચાવ કામગીરીને સુવિધાનજક બનાવવા માટે સંકળાયેલી તમામ એજન્સીઓ સાથે નિયમિત માહિતીની આપલે કરવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : AI Touch: 5G ઈકોસિસ્ટમને આગળ વધારવા માટે સરકાર ઉત્સુક, AI ટચને આ યોજના હેઠળ 5G રન પ્લેટફોર્મ માટે આપી ગ્રાન્ટ
ભારતીય નૌકાદળ સંકટના સમયે તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ રહે છે. જે જીવનની સુરક્ષા અને કટોકટીમાં રાષ્ટ્રને સમર્થન કરવાના પોતાના સંકલ્પને દર્શાવે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.