News Continuous Bureau | Mumbai
Indian Railway Train Update: અમદાવાદ ડિવિઝનના મહેસાણા-પાલનપુર સેક્શન પર ઊંઝા અને કામલી સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નં. 929 ના પુનર્નિર્માણ હેતુ એન્જિનિયરિંગ કાર્યને કારણે સાબરમતી-યોગનગરી ઋષિકેશ-સાબરમતી એક્સપ્રેસ અને દૌલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ થી ચાલશે અને ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશનો પર જશે નહીં. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
1. 25 ફેબ્રુઆરી 2025 ના રોજ સાબરમતી થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19031 સાબરમતી-યોગનગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ મહેસાણા-ઊંઝા-સિદ્ધપુર-પાલનપુરના ને બદલે પરિવર્તિત માર્ગ વાયા મહેસાણા-પાટણ-ભિલડી-પાલનપુર ના માર્ગ થી ચાલશે અને ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશનો પર નહીં જાય.
2. 24 ફેબ્રુઆરી 2025ના રોજ યોગનગરી ઋષિકેશ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19032 યોગનગરી ઋષિકેશ-સાબરમતી યોગા એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ પાલનપુર-ઉંઝા-સિદ્ધપુર-મહેસાણા ના બદલે પરિવર્તિત માર્ગ વાયા પાલનપુર-ભીલડી-પાટણ-મહેસાણા ના માર્ગ થી ચાલશે તથા ઉંઝા અને સિદ્ધપુર સ્ટેશનો પર નહીં જાય.
3. 24 ફેબ્રુઆરી 2025ના રોજ દૌલતપુર ચોક થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19412 દૌલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ પાલનપુર-ઊંઝા-સિદ્ધપુર-મહેસાણા ના બદલે પરિવર્તિત માર્ગ વાયા પાલનપુર-ભીલડી-પાટણ-મહેસાણા ના માર્ગ થી ચાલશે અને ઉંઝા અને સિદ્ધપુર સ્ટેશનો પર નહીં જાય.
આ સમાચાર પણ વાંચો: Career Festival: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા દ્વારા ‘કરિયર મહોત્સવ’ ને ખૂલ્લો મુકાયો, ગુજરાતની આટલી શાળાઓમાં યોજાશે
Indian Railway Train Update: મુસાફરોને વિનંતી છે કે કૃપા કરીને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરો. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed