Site icon

Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના સાણંદ ખાતે ભારતની સૌપ્રથમ એન્ડ ટુ એન્ડ OSAT ફેસિલિટીનો પ્રારંભ

Bhupendra Patel: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની પ્રેરક ઉપસ્થિતિ

સાણંદમાં ભારતની સૌપ્રથમ એન્ડ-ટુ-એન્ડ OSAT ફેસિલિટીનો પ્રારંભ

સાણંદમાં ભારતની સૌપ્રથમ એન્ડ-ટુ-એન્ડ OSAT ફેસિલિટીનો પ્રારંભ

News Continuous Bureau | Mumbai
-: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ -:
* ગુજરાતના પ્લાન્ટમાંથી નિર્મિત મેડ ઈન ઇન્ડિયા ચીપ ભારતને આત્મનિર્ભરતા તરફ લઈ જશે
* વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ભારત ઝડપથી ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનશે

-: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ :-
* 10 લાખ યુવા પ્રતિભા થકી ભારત સેમીકન્ડકટર ક્ષેત્રે ટેલેન્ટપાવર બની રહેશે
* ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય છે જેણે સેમી કંડકટર પોલિસી બનાવી છે
* વડાપ્રધાનશ્રીનું વિઝન છે કે ભારત સેમી કંડકટર ક્ષેત્રે હબ બને
* દેશમાં 270 યુનિવર્સિટીઓ અને સંસ્થાઓના સહયોગથી સેમીકન્ડકટર ક્ષેત્રે જરૂરી કૌશલ્યવાન યુવાનો થઈ રહ્યા છે

Join Our WhatsApp Community

સાણંદ અને ધોલેરા ઓટોમોબાઇલ સહિતના અન્ય ઉદ્યોગોની સાથે સેમિકન્ડક્ટર હબ પણ બની ગયા છે: ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

ગુજરાતના સાણંદ ખાતે ભારતની સૌપ્રથમ એન્ડ ટુ એન્ડ આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનો પ્રારંભ કેન્દ્રીય મંત્રી અશ્વિનની વૈષ્ણવ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયો છે. આ પ્લાન્ટ સીજી પાવર દ્વારા નિર્માણ પામ્યો છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,સેમીકંડકટર સેક્ટર એક એવું સ્પેશિયલ સેક્ટર છે, જેમાં ભારતે આગળ વધવાની કલ્પના પણ નહોતી કરી પણ આજે આ સેક્ટરમાં ખૂબ મોટા પ્રમાણમાં રોકાણ થઈ રહ્યું છે. નવેમ્બર ૨૦૨૪માં સીજી પાવરને આ સેમિકન્ડક્ટર પ્લાન્ટની ભારત સરકાર તરફથી મંજૂરી મળી હતી. ટૂંકા ગાળામાં જરૂરી તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરીને એક વર્ષની અંદર આ પ્લાન્ટનો પ્રારંભ થયો છે, તે સમગ્ર ગુજરાત માટે એક ગૌરવની વાત છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં ઉમેર્યું કે, ગુજરાત હરહંમેશ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરવા માટે અગ્રેસર રહ્યું છે. જ્યારે પણ વડાપ્રધાનશ્રીએ ભારતને વિશ્વમાં અગ્રેસર બનાવવાનું આહ્વાન કર્યું છે ત્યારે ગુજરાતે હંમેશાં લીડ લીધી છે. સેમીકંડક્ટર ક્ષેત્રમાં ગુજરાતને ફ્યુચર રેડી બનાવવા માટે વર્ષ ૨૦૨૨માં સેમી કંડક્ટર પોલીસી લોન્ચ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બન્યું હતું.

આ સંદર્ભમાં તેમણે વધુમાં કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સેમિકન્ડક્ટર સેક્ટરને પ્રમોટ કરવા માટે ગુજરાત કટિબદ્ધ છે. ભારત સરકારે ગુજરાતમાં ચાર સેમી કંડક્ટર પ્લાન્ટની મંજૂરી આપી છે. ગુજરાત સમગ્ર દેશમાં માત્ર એક એવું રાજ્ય છે જ્યાં એક સાથે ચાર પ્લાન્ટ કાર્યરત થવા જઈ રહ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ગુજરાતના પ્લાન્ટમાંથી નિર્મિત મેડ ઈન ઇન્ડિયા ચીપ ભારતને આત્મનિર્ભરતા તરફ અવશ્ય લઈ જશે.

આ સમાચાર પણ વાંચો :  Kuno National Park ભારતમાં જન્મેલા ચિત્તા ના બચ્ચા એ કર્યું એવું કામ કે આફ્રિકન નિષ્ણાતો થયા આશ્ચર્યચકિત, જાણો વિગતે

તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ભારત ઝડપથી ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનશે. વર્લ્ડ ઇકોનોમી એક્સપર્ટ અનુસાર આવનારા સમયમાં ગ્લોબલ ઇકોનોમીમાં ભારતનું યોગદાન ૨૦ ટકા સુધી પહોંચશે. એટલું જ નહીં ગ્લોબલ રેટિંગ એજન્સી એ પણ ભારતની ક્રેડિટ રેટિંગને અપગ્રેડ કરી છે.

કેન્દ્રીય રેલવે અને આઇટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આ પ્રસંગે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે સેમિકન્ડક્ટરના ૧૦ પ્રોજેક્ટ્સ મંજૂર કર્યા છે. ગુજરાતમાં સાણંદ અને ધોલેરા ખાતેના સેમિકોન પ્રોજેક્ટ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છે, એના માટે ટીમ ગુજરાત અભિનંદનને પાત્ર છે. ગુજરાતના સેક્રેટરી સીઈઓ જેમ કાર્ય કરે છે. મુખ્યમંત્રીશ્રી સહિતની સમગ્ર એફિશિયન્ટ ટીમને શુભેચ્છા પાઠવું છું, એવું તેમણે ઉમેર્યું હતું.

કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીનું વિઝન છે કે ભારત સેમી કંડકટર ક્ષેત્રે હબ બને. ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય છે જેણે સેમી કંડકટર પોલિસી બનાવી છે. રાજ્ય સરકારનો સતત મળતા સહયોગથી આ ક્ષેત્રે ઝડપી કામગીરી ચાલી રહી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

કેન્દ્રીય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે દેશનું સ્વપ્ન છે કે ભારતમાં જ સેમી કન્ડક્ટર ચીપની ડિઝાઇન થાય અને દેશમાં જ તેનું નિર્માણ થાય. સીજી પાવરના અહીંના પ્લાન્ટની પાયલોટ લાઈન પર ટૂંક સમયમાં દેશની પહેલી સેમિકન્ડક્ટર ચીપ તૈયાર થશે અને વડાપ્રધાનશ્રીના હાથે બહાર પડશે, એવી આશા કેન્દ્રીય મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.

ભારત સેમીકન્ડકટર ક્ષેત્રે ટેલેન્ટપાવર બની રહેશે એવી આશા વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દેશમાં 270 યુનિવર્સિટીઓ અને સંસ્થાઓના સહયોગથી સેમીકન્ડકટર ક્ષેત્રે જરૂરી કૌશલ્યવાન યુવાનો તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ કૌશલ્યવાન યુવાનો આવનાર સમયમાં દેશની એક મોટી તાકાત બની રહેશે, એવું તેમણે ઉમેર્યું હતું.

કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજે દેશની 70 યુનિવર્સિટીઝના વિદ્યાર્થીઓ દ્વારા 25 જેટલી સેમિકન્ડક્ટર ચીપની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે અને તેનું નિર્માણ પણ થઈ રહ્યું છે. વિશ્વમાં બહુ ઓછા દેશો એવા છે, જ્યાં ચીપની ડિઝાઇન અને નિર્માણ બંને આ રીતે થતા હોય.

ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સાણંદ ખાતેના પ્લાન્ટના આજના પ્રારંભથી ગુજરાત હવે સેમિકન્ડક્ટરનું હબ બની ચૂક્યું છે, એનું ગૌરવ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે. વર્ષ 2003માં વાઇબ્રન્ટ ગુજરાતના પ્રારંભ પછી રાજ્યમાં આર્થિક અને ઔદ્યોગિક ક્રાંતિ આવી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સેમિકન્ડક્ટર અને એઆઈ જેવા નવાં ક્ષેત્રોમાં પણ અગ્રેસર છે. રાજ્ય સરકારની વિશેષ નીતિઓ, સિંગલ વિન્ડો સિસ્ટમ, આંતર માળખાકીય તથા ટ્રાન્સપોર્ટ સેવાઓ વગેરેને કારણે ગુજરાતે ઉદ્યોગોનો વિશ્વાસ જીત્યો છે.


સીજી પાવરના ચેરમેન શ્રી વેલાયન સુબય્યાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ પ્રારંભ માત્ર સીજી પાવર માટે જ નહિ સમગ્ર દેશ માટે એક માઇલસ્ટોન બની રહેશે. આ પ્લાન્ટના પ્રારંભ સાથે ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનવા તરફ અગ્રેસર બનશે.

સીજી સેમીના ચેરમેન શ્રી ગિરીશ ચતુર્વેદીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ડીએસટીના સચિવ શ્રીમતી પી. ભારતીએ ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત સરકારની પહેલો અને કામગીરીની પ્રગતિ અંગે વાત કરી હતી.

આ પ્રસંગે સાણંદના ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, ભારત સરકારના ઇન્ફર્મેશન એન્ડ ટેકનોલોજી વિભાગના જોઈન્ટ સેક્રેટરી શ્રી સુશીલ પાલ, ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ શ્રી મમતા વર્મા, ગુજરાત રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ શ્રી પી. ભારતી, સીજી સેમીના સીઇઓ જેરી એગેન્સ્ટ તેમજ વોઈસ પ્રેસિડેન્ટ ઉપરાંત સીજી સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ તેમજ પ્લાન્ટ પર કાર્યરત અધિકારી -કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Ashish Shelar: મનસે, ફરી મુસ્લિમ મતદારોની અવગણના કરે છે*
Elections: રાજકારણ ગરમાયું! ચૂંટણી પંચ કરશે રાજ્યમાં ચૂંટણીઓની જાહેરાત, પરંતુ શરૂઆત કયા જિલ્લાથી?
Transport Department: ટ્રાફિકની સમસ્યા થશે હળવી! પરિવહન વિભાગે જાહેર વાહનો માટે સ્વતંત્ર પાર્કિંગ ઝોન બનાવવાનો નિર્ણય લીધો
Weather Update: હવામાન અપડેટ: અરબી સમુદ્રમાં ઓછું દબાણનું ક્ષેત્ર વિખરાયું, હવે ઠંડીનું આગમન ક્યારે?
Exit mobile version