News Continuous Bureau | Mumbai
Indigo Slap Video: ઈન્ડિગો ફ્લાઈટના ( Indigo Flight ) પાઈલટ જ્યારે ફ્લાઈટ મોડી થવાની જાહેરાત કરી રહ્યા હતા ત્યારે એક મુસાફરે તેની સાથે મારપીટ કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ ( Viral Video ) થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે પાયલોટ (ઈન્ડિગો પાયલટ) ( pilot ) મુસાફરોની ( passengers ) સામે કેટલીક જાહેરાત કરી રહ્યો છે, ત્યારે પીળા રંગની હૂડી પહેરેલી વ્યક્તિ પાછળથી આવે છે અને પાયલટને થપ્પડ ( Slap ) મારે છે. આ પછી એક એર હોસ્ટેસ કહેતી સાંભળવા મળે છે કે તમે જે કર્યું તે ખોટું હતું. આ સાંભળીને તે વ્યક્તિ ફરીથી કહે છે કે અમે આટલા લાંબા સમયથી બેઠા છીએ.
A passenger punched an Indigo capt in the aircraft as he was making delay announcement. The guy ran up from the last row and punched the new Capt who replaced the previous crew who crossed FDTL. Unbelievable ! @DGCAIndia @MoCA_GoI pic.twitter.com/SkdlpWbaDd
— Capt_Ck (@Capt_Ck) January 14, 2024
આ વિડિયો માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X (અગાઉના ટ્વિટર) પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો સાથેના કેપ્શનમાં વાંચવામાં આવ્યું છે કે એક મુસાફરે ઈન્ડિગોના કેપ્ટનને ( Indigo captain) થપ્પડ મારી હતી જ્યારે તે ફ્લાઈટમાં વિલંબની જાહેરાત કરી રહ્યો હતો. હાલ આ વીડિયોને 2.5 લાખથી વધુ લોકોએ જોઈ લીધો છે. લોકો આ વીડિયો પર જોરદાર કોમેન્ટો પણ કરી રહ્યા છે.
હાલ સોશ્યલ મિડીયા પર વિડીયો થયો વાયરલ..
વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું હતું કે ફ્લાઇટમાં વિલંબથી પાઇલટ અથવા કેબિન ક્રૂને શું લેવાદેવા છે. તે પોતાનું કામ કરતો હતો. આવી સ્થિતિમાં હુમલો કરનાર મુસાફરની ધરપકડ કરીને નો-ફ્લાય લિસ્ટમાં મૂકવું જોઈએ. મુસાફરનો ફોટો પણ પ્રકાશિત કરવો જોઈએ. તો વધુ એક યુઝરે લખ્યું હતું કે હતાશા કોઈ મુસાફરને ક્રૂ મેમ્બર પર શારીરિક હુમલો કરવાનો અધિકાર નથી આપતી.
આ સમાચાર પણ વાંચો : Surat: ઝારખંડના વતની અને સુરતમાં રહેતા ૩૮ વર્ષીય બ્રેઈનડેડ મહેશ રામદાસ ગોસ્વામીના લિવર, બે કિડની અને હ્રદયના દાનથી ચાર વ્યક્તિઓને મળશે નવજીવન
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે, ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ સહિતની પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને લીધે, દિલ્હી એરપોર્ટ પર આવતી અને ત્યાંથી પ્રસ્થાન કરતી ઘણી ફ્લાઈટ્સને ગંભીર વિલંબનો સામનો કરવો પડ્યો હતો, કેટલીક સાત કે આઠ કલાકથી વધુ વિલંબ કરી રહી હતી. ઈન્ડિગો, સ્પાઈસજેટ અને વિસ્તારા જેવી મોટી એરલાઈન્સે પણ ચેતવણી આપી હતી કે દિલ્હી અને કોલકાતામાં ચાલુ ખરાબ હવામાનની સ્થિતિએ ફ્લાઇટના સમયપત્રકને વધુ અસર કરી શકે છે.
આ ઘટના દિલ્હીથી ગોવા જતી ઈન્ડિગોની ફ્લાઈટ (6E-2175) માં બની હતી. જેમાં ગાઢ ધુમ્મસને કારણે કેટલાક કલાકો સુધી મોડી પડી હતી. હાલ આ મુસફર સામે ઈન્ડિગોએ ફરિયાદ નોંધાવી છે અને હાલમાં મુસાફર પર સત્તાવાર કેસ દાખલ કરવાની પ્રક્રિયામાં છે.