News Continuous Bureau | Mumbai
International Yoga Day 2025 : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીના ભાગરૂપે ‘મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ પર લાલ દરવાજા વિસ્તારમાં યોગશિબિર યોજાઈ હતી. જેમાં રાજ્ય યોગ બોર્ડના ઝોન કોર્ડીનેટર પ્રીતિ પાંડે, મનપાના કોર્ડીનેટર ડો.પારૂલ પટેલ, જિલ્લા કોર્ડીનેટર હીના ચાવડા, ક્લાસ ઇન્સ્પેક્ટર નવનીત શેલડીયા, સોશિયલ મીડિયા કોર્ડીનેટર હિરલ દવે, યોગબોર્ડના કોચ નરેન્દ્ર કારીયા, ભાસ્કર રાઉત તેમજ યોગ ટ્રેનરોએ યોગમય ગુજરાત અને મેદસ્વિતામુક્ત ગુજરાત વિશે ઉપયોગી જાણકારી આપી અને ટ્રેનરોને સર્ટિફિકેટ વિતરણ કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Maharashtra ITI: કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, રાજ્યની 20 ITI માં અત્યાધુનિક પ્રયોગશાળાઓ બનાવવામાં આવશે
રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી તા.૧૫ થી ૩૧ મે દરમિયાન સમર કેમ્પ અને તા.૧ થી ૩૧ મે સુધી મેદસ્વિતામુક્ત કેમ્પ યોજાશે જેમાં જોડાવા ઈચ્છતા નાગરિકો મો.9429486294 ઉપર સંપર્ક કરી રજિસ્ટ્રેશન કરાવી શકે છે એમ યોગ બોર્ડના સુરત કોર્ડીનેટરની યાદીમાં જણાવાયું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.