આને કે’વાય, IPL ફીવર… આ શહેરમાં એક લગ્ન સમારોહમાં કરાયું મેચનું લાઈવ ટેલિકાસ્ટ, જોવા માટે ઉમટી ભીડ..

by kalpana Verat
IPL Fever In Dombivli wedding screen was set up in mandap for MI and LSG match

News Continuous Bureau | Mumbai

IPLને ક્રિકેટનો મહાકુંભ ગણવામાં આવે છે. ભારતમાં સૌથી લોકપ્રિય સ્પોર્ટસ League એ IPL છે. ભારતમાં ક્રિકેટનું જુનુન તમામ ગલીઓ- શેરીઓમાં જોવા મળે છે. ક્રિકેટ એક એવી રમત છે કે જેને આબલ, વૃદ્ધ કે પછી મહિલાઓ હોય તમામને આકર્ષે છે. ભારતમાં જોવા જઈએ તો ક્રિકેટને એક તહેવાર રીતે ઉજવવામાં આવે છે. તમે રસ્તાના કિનારે ટીવીના શોરૂમની બહાર તથા ઘરમાં લોકોને કલાકો સુધી ટીવી સામે બેઠેલા જોયા હશે. પરંતુ શું તમે લગ્ન સમારોહમાં  આઈપીએલનું લાઈવ ટેલિકાસ્ટ જોયું છે? આવું જ કંઈક જોવા મળ્યું છે ડોંબીવલીમાં…

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ઉલ્હાસ નદીના કિનારે આવેલ ઉપનગરીય શહેર ડોંબીવલી નજીક ખોની ગામમાં થઈ રહેલા એક લગ્ન સમારોહમાં આઈપીએલનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું. બુધવારે IPLની મેચ મુંબઈ અને લખનઉ વચ્ચે રમાઈ હતી. મુંબઈની ટીમ રમી રહી હોવાથી મુંબઈકરો આ મેચ જોવાનું ન ચુકે તે માટે આ ખાસ વ્યવસ્થા કરાઈ હતી. 

આ સમાચાર પણ વાંચો :  લ્યો બોલો.. માણસો કરતા વધારે બુદ્ધિ તો આ શ્વાનમાં છે, બાઇક પર હેલમેટ પહેરીને કરી સવારી.. જુઓ વાયરલ વિડીયો..

Join Our WhatsApp Community

You may also like