News Continuous Bureau | Mumbai
ગાંધીનગરમાં આશ્ચર્યમાં મુકે એવો કિસ્સો સામે આવ્યો છે. અહીં, એક દંપતીએ છૂટાછેડા લેવા માટે અરજી કરી હતી, જેના 4 વર્ષ બાદ સાલ 2015માં દંપતીનું હૃદય પરિવર્તન થતા અને ઝઘડાનું નિવારણ આવતા છૂટાછેડા ન લેવાનું મન બનાવી છૂટાછેડાના રેકોર્ડને રદ્દ કરવામાં અરજી કરી હતી. છૂટાછેડા ન લેવાના કેસને 8 વર્ષ જેટલો સમય લાગ્યો. આમ છૂટાછેડાના કેસને 4 વર્ષ જ્યારે છૂટાછેડા ના લેવાના કેસને 8 વર્ષ જેટલો સમય લાગ્યો. માહિતી મુજબ, દંપતીમાં પતિ પ્રોફેસર છે અને પત્ની ડોક્ટર છે. બંનેને એક સંતાન પણ છે.
સંબંધમાં ખટરાગ ઊભો થતા પતિએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું
માહિતી મુજબ, વર્ષ 2006માં લગ્ન બાત વર્ષ 2009માં દંપતીના ઘરે એક પુત્રનો જન્મ થયો હતો. જોકે, દરમિયાન તેમના સંબંધમાં ખટરાગ ઊભો થતા પતિએ છૂટાછેડા માટે માગ કરી હતી. વર્ષ 2011માં દંપતીએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. ત્યાર બાદ વર્ષ 2015માં ગાંધીનગર ફેમિલી કોર્ટે દંપતીના છૂટાછેડાની અરજી માન્ય રાખી તેમને અલગ થવાની મંજૂરી આપી હતી. જોકે પત્નીએ છૂટાછેડા રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજી સામે પતિએ પણ કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. જે દિવસ અરજી દાખલ કરવામાં આવી તે દિવસે હાઈકોર્ટે છૂટાછેડાના હુકમનામા પર રોક લગાવી હતી. વર્ષો વીત્યા બાદ ફેબ્રુઆરી, 2023માં આ અરજીની સુનાવણી થઈ હતી.
આ સમાચાર પણ વાંચો : 2023 બજાજ પલ્સર 220F બાઇકનું બુકિંગ શરૂ, કિંમત સંબંધિત વિગતો લીક, જાણો તમામ ફિચર્સ
દંપતી સાથે રહેતા વિવાદનો અંત આવ્યો હતો
એક સંયુક્ત સોગંદનામમાં દંપતીએ જણાવ્યું કે, અરજીના સમય દરમિયાન તેઓ સાથે રહેવા લાગ્યા હતા અને તમામ વિવાદનો અંત લાવ્યો હતો. તેમની પાસે ફરી સાથે રહેવાનો વિકલ્પ હતો. પરંતુ, ફેમિલી કોર્ટમાં તેઓ આ રેકોર્ડ રાખવા માગતા નથી. આથી દંપતીની અરજી પર હાઈકોર્ટે છૂટાછેડાને રદ કરી દીધા અને ત્યાર બાદ 10 દિવસમાં નીચલી કોર્ટે પણ રેકોર્ડ રદ કરવાનો આદેશ આપ્યો.