Site icon

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત રાજકોટ શહેરને સ્માર્ટ સિટી બનાવવા રૂ .૮૩૧ કરોડ ખર્ચશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 01 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Community

બુધવાર

સ્માર્ટ સિટી મિશનમાં સમયાંતરે સ્માર્ટ સિટી રેન્કિંગ જાહેર કરાય છે જેમાં રાજકોટ ટોપ ૨૦મા રહ્યા બાદ અચાનક ૪૦મા ક્રમ સુધી ધકેલાયું હતું. આ પાછળનું કારણ માર્કિંગ સિસ્ટમમાં આવેલું પરિવર્તન છે. પહેલા સ્માર્ટ સિટી મિશનમાં જેટલા મોટા પ્રોજેક્ટ હાથ ધરાતા તેને વધુ માર્ક મળતા તેથી રાજકોટ આગળ રહેતું પણ હવે કમ્પ્લીશન પર માર્ક વધુ મળે છે. રાજકોટમાં પ્રોજેક્ટ મોટા હોવાથી કમ્પ્લીશન મળ્યા નથી તેથી પીછેહઠ થઈ છે પણ આ બધા જ પ્રોજેક્ટ એકસાથે પૂરા થતા રેન્ક આગળ આવી જશે. રાજકોટ શહેરને સ્માર્ટ સિટી મિશન અંતર્ગત પસંદ કર્યું છે. જેમાં રાજકોટે ગ્રીનફિલ્ડ ડેવલપમેન્ટ એટલે કે સ્માર્ટ સિટીને પાયાથી બનાવવાનો માર્ગ પસંદ કર્યો જે અંતર્ગત રૈયા વિસ્તારમાં છેલ્લા ૩ વર્ષથી કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ ઉપરાંત આખા શહેરને ફાયદો મળે તેવા કામો જેવા કે ફાયબર ઓપ્ટિક તેમજ એડેપ્ટિવ ટ્રાફિક સિગ્નલ પણ બની રહ્યા છે, જ્યારે રૈયામાં અટલ સરોવરનું કામ લગભગ પૂર્ણતાના આરે છે. આ બધા કામો ચાલી રહ્યા છે. પણ ખરેખર ક્યારે પૂરા થશે અને લોકો તેમનો ઉપયોગ ક્યારે કરી શકશે તે જાણવા માટે સ્માર્ટ સિટી વિભાગ હેઠળ ચાલતા તમામ કામોનો રિવ્યૂ લેતા જાેવા મળ્યું હતું કે, હાલ સ્માર્ટ સિટી હેઠળ અલગ અલગ ૧૧૬ નાના મોટા કામ ચાલી રહ્યા છે. આ માટે ૮૩૧.૩૯ કરોડ રૂપિયાની જાેગવાઈ છે જે પૈકી ૧૭૫.૧૫ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે પણ હજુ સુધી સપાટી પર કામો દેખાયા નથી. આ કામો ક્યારે પૂરા થશે તેની તારીખ માગવામાં આવતા દાવો કરાયો છે કે મોટાભાગના કામો ૨૦૨૨ના અંતમાં જ પૂરા થઈ જશે જ્યારે ૨૫થી વધુ કામો ચાલુ નાણાકીય વર્ષના અંતમાં પૂરા કરાશે. સ્માર્ટ સિટી વિભાગે હાલ ૮૩૧ કરોડ રૂપિયાના કામો હાથ ધર્યા છે પણ સ્માર્ટ સિટી અંતર્ગત રાજકોટ શહેરને કુલ ૩૩૮૫ કરોડ રૂપિયાના કામ કરવાના છે. કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલયમાંથી મળતી માહિતી મુજબ રાજકોટના હજુ ૭૫ પ્રોજેક્ટ ટેન્ડર સ્ટેજ પર છે, ૧૮ કામ પૂરા થઈ ગયા છે જ્યારે ૨૦૦૦ કરોડ રૂપિયાના ૬૮ કામ વર્ક ઓર્ડર સ્ટેજ પર છે. ચાલુ વર્ષ માટે કેન્દ્ર સરકારે રાજકોટ માટે ૨૯૪ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે જેમાંથી ૨૪૪ કરોડ રૂપિયા ખર્ચાયા છે. જ્યારે રાજ્ય સરકારે ૨૪૪ કરોડ રૂપિયા ફાળવ્યા છે તેમાંથી ૧૭૮ કરોડ વપરાયા છે. આ બંને ગ્રાન્ટ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા બજેટમાંથી ૧૦૦ કરોડ રૂપિયા પણ ફાળવ્યા છે. આ કામોમાં ઓપ્ટિકલ ફાયબર કેબલ, એડેપ્ટિવ ટ્રાફિક સિગ્નલ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્ક, પાણીનું નેટવર્ક, રિસાઇકલ પાણીનું નેટવર્ક સહિતના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ પૈકી સ્ટોર્મ વોટર તેમજ પાણીના નેટવર્કનો લાભ તો રૈયા વિસ્તારમાં લોકો વસવાટ કરશે ત્યારે જ મળશે પણ ફાયબર કેબલ અને ટ્રાફિક સિગ્નલ સમગ્ર શહેરને જાેડતી વાત છે તેથી તેનો ઉપયોગ સૌથી પહેલા શરૂ થઈ જશે. સ્માર્ટ સિટી એરિયામાં રોડ નેટવર્ક બનાવતા પહેલા અન્ડરગ્રાઉન્ડ યુટિલિટીની રાહ જાેવાઈ રહી છે. જે વિસ્તારોમાં અન્ડરગ્રાઉન્ડ જેમ કે, ડ્રેનેજ, યુટિલિટી ડકની કામગીરી પૂરી થતી જશે તેમ તેમ રોડનું કામ થશે. રોડના કામ બે તબક્કે થશે જેમાં સૌથી પહેલા ૪૭ કરોડ રૂપિયાના ખર્ચે લેવલિંગના કામો થશે ત્યારબાદ ૬૪ કરોડ રૂપિયાના ખર્ચે ડામર રોડ બનશે. આ રીતે કુલ ૧૧૧ કરોડ રૂપિયાના ડામર રોડ બનશે. જાેકે આ સિવાય સીસી રોડનું નેટવર્ક કે જે ૨૦૦ ફૂટ રોડ પર હશે તે અલગથી બનશે.

મહારાષ્ટ્રમાં રસીકરણ અભિયાનની ગતિ ધીમી પડી, અધધ આટલા લાખ લોકોએ હજુ સુધી કોરોના રસીનો બીજો ડોઝ લીધો જ નથી; આ છે કારણો 

Amrit Bharat Express: રાજ્યની સૌપ્રથમ અમૃત્ત ભારત ટ્રેનનો સુરતથી પ્રારંભ
Operation Sindoor Garba: સૈન્યના શૌર્ય અને પરાક્રમના સન્માનમાં
Vidhi Parmar pilot: નારી શક્તિની ઉડાન: અમદાવાદની 23 વર્ષની વિધિ પરમારે ગુજરાત સરકારની યોજના દ્વારા પાઇલટ બનવાનું બાળપણનું સપનું પૂરું કર્યું
AhmedabadStation: આરપીએફ અમદાવાદની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી મહિલા મુસાફરની જાન બચી અને એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો
Exit mobile version