ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
22 ડિસેમ્બર 2020
જમ્મુ કાશ્મીરમાં વર્ષોથી આતંકવાદી ઓનો ત્રાસ છે. તેમાં પણ પુલવામાં અને શેપિયા નું નામ આતંકવાદીઓ ના હીટ લિસ્ટમાં હોય છે. આવા લઘુમતી વિસ્તારોમાંથી ભારતીય જનતા પક્ષનું વિજેતા થવું અને તેમાં પણ આ સીટ પરથી મુસ્લિમ મહિલાઓ નું વિજેતા થવું ઘણા આશ્ચર્ય ની વાત લાગી રહી છે. પરંતુ આ હકીકત છે.
જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ પંચાયતી રાજ પ્રણાલીના આ ત્રીજા સ્તરની ચૂંટણીઓ પ્રથમ વખત યોજાઇ હતી.. જેમાં મહિલા વિજેતાઓની સૂચિ તપાસો:
@.. પુલવામા જિલ્લાના અચગૂઝ મત વિસ્તાર પર અગ્રેસર ઉમેદવાર મુનશા જાન અગ્રણી રહયાં.
@… નેશનલ કોન્ફરન્સના મેહમુદા નિસાર, શોપિયનના કપરાનથી જીત્યાં.
@… પૂંછ જિલ્લાના લસાણા મત ક્ષેત્રમાં કોંગ્રેસના રૂખસણા કૌસર અગ્રેસર છે.
@… જ્યારે અખનૂર મતક્ષેત્રમાં ભાજપના શારદા બહુ આગળ રહયાં.
જમ્મુ કાશ્મીર જિલ્લા વિકાસ પરિષદ (જેકે ડીડીસી) ની ચૂંટણી 2020ની મત ગણતરી મંગળવારે કડક સુરક્ષા વચ્ચે થઈ. આર્ટિકલ 370ના રદ થયા પછી આ પ્રથમ ચુંટણીઓ હતી. જે 28 નવેમ્બરથી આઠ તબક્કામાં યોજાઇ હતી અને 19 ડિસેમ્બરે સમાપ્ત થઇ હતી.
જે.ડી.ડી.ડી.સી. ચૂંટણી 2020 માં, 57 લાખ મતદારોમાંથી કુલ 41.3 ટકાએ સક્રિય ભાગ લીધો હતો. 280 ડીડીસી બેઠકો માટે 450 થી વધુ મહિલાઓ સહિત 2,178 ઉમેદવારોની પસંદગી માટે મતદાન થયું હતું.
ડીડીસીની ચૂંટણી મુખ્યત્વે ઝડપી વિકાસ અને આર્થિક ઉત્થાન માટે દરેક જિલ્લામાંથી ચૌદ સભ્યો સાથેની જિલ્લા યોજના સમિતિ અને કાઉન્સિલ માટે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાંથી સભ્યોની પસંદગી કરવાનો છે. આમ આ ચૂંટણી દ્વારા જે રીતે મહિલાઓએ જમ્મુ કાશ્મીરમાં પોતાની હાજરી નોંધાવી છે એ જોતાં સારા ભવિષ્ય ની આશા જાગી છે.
