News Continuous Bureau | Mumbai
રાજધાની દિલ્હી(Delhi)ના જહાંગીરપુરી(Jahangirpuri)માં હિંસાના બે દિવસ બાદ આજે ફરી બબાલ થઈ છે. દિલ્હીના જહાંગીરપુરી(Jahangirpuri)માં થયેલી હિંસાના આરોપીને પકડવા ગયેલી દિલ્હી પોલીસ(Delhi Police) પર પથ્થરમારો(Stoning) કરાયો હતો. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ઘાયલ થયા હતા. જોકે ક્રાઈમ બ્રાન્ચ(Crime Branch team)ની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને પથ્થરબાજની અટકાયત કરી લીધી હતી.
Delhi police got attacked in Jahangirpuri when they went to arrest the culprits of violence.
Now independent journalists should fact check if it was the weapons of police or their attempt to arrest the rioters that provoked the other side & hence they pelted stones on police. pic.twitter.com/6isUoR8L1o
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) April 18, 2022
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, શનિવારની અથડામણ મામલે પોલીસ એક મહિલાને પૂછપરછ માટે લેવા ગઈ હતી. આ દરમિયાન દિલ્હીના જહાંગીરપુરીમાં આ વિસ્તારની લગભગ 50 મહિલાઓએ વિરોધ પ્રદર્શન અને પથ્થરમારો શરૂ કર્યો હતો. પોલીસે જે મહિલાની અટકાયત કરી છે તે આરોપી સોનુની પત્ની હોવાનું કહેવાય છે, જેણે શનિવારે થયેલી અથડામણ દરમિયાન કથિત રીતે ગોળીબાર કર્યો હતો. આજે (સોમવારે) મહિલાને પોલીસ પૂછપરછ માટે લઈ ગયા બાદ પોલીસની ટીમ પર અલગ અલગ મકાનોની છત પરથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો :બોલીવુડ અભિનેતા આર માધવનના પુત્ર વેદાંત દેશનું નામ કર્યું રોશન, આ રમતમાં સિલ્વર બાદ જીત્યો ગોલ્ડ મેડલ..
ઉલ્લેખનીય છે કે દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતિ(Hanuman Jayanti) સરઘસ પર પથ્થરમારો થયો હતો. પોલીસે આ કેસમાં 23 આરોપીની ધરપકડ કરી છે. આ કેસની તપાસ અત્યાર સુધી દિલ્હી પોલીસ(Delhi Police) કરી રહી હતી પરંતુ હવે આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચ(Crime Branch Team)ને સોંપવામાં આવી છે.