News Continuous Bureau | Mumbai
આઇપીએલ 2023ની ફાઇનલ મેચમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ધમાકેદાર પ્રદર્શન કરી અંતિમ બે બોલમાં સીએસકેને પાંચમી વખત ચેમ્પિયન બનાવવામાં મજબૂત યોગદાન આપ્યું છે. જીત બાદ મેદાન પર રીવાબા અને રવિન્દ્ર જાડેજાની ભાવુક તસવીરો હાલ ગ્લોબલી વાયરલ થઈ રહી છે. આ જીત બાદ પ્રથમ વખત રીવાબા મીડિયા સામે આવ્યા છે અને જીતમાં રવિન્દ્રસિંહ જાડેજાના પ્રદર્શન અને એ મુવમેન્ટને શબ્દોમાં ન વર્ણવી શકાય એમ તેમણે કહ્યું છે.
ઈન્ડિયાની ટીમમાં પણ તેમનું પરફોર્મન્સ આ જ રીતે વધતું રહે તેવી પ્રાર્થના
જામનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ વધુમાં જણાવ્યું હતું કે, શબ્દોમાં વર્ણવી ના શકાય તેવી આ યાદગાર પળો છે. જેટલા પણ સીએસકેના ફેન છે અને મારા હસબન્ડના ફેન છે તેમને હું શુભેચ્છા પાઠવું છું. ઈન્ડિયાની ટીમમાં પણ તેમનું પરફોર્મન્સ આ જ રીતે વધતું રહે તેવી માતાજીને પ્રાર્થના છે. આ એક ક્રિકેટની જીત છે. ગુજરાતમાં ગુજરાતીએ જીત અપાવી હોય તેનાથી વધુ કોઈ ગૌરવની ક્ષણ ના હોઈ શકે.
આ સમાચાર પણ વાંચો: ભુક્કા બોલાવ્યા / આ વખતે IPL વિનર બની ‘બિરયાની’, દર મિનિટે થયા આટલા ઓર્ડર
મહાનગરપાલિકાના વિકાસ કાર્યોના ખાતમૂહુર્ત પ્રસંગે કહી આ વાત
ચેન્નઈન રવિન્દ્ર અને તેમના ફ્રેન્ડસને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું છું. આવનાર સમયમાં ક્રિકેટમાં રવિન્દ્ર ઈન્ડિયન ટીમ માટે સારું પ્રદર્શન કરશે. ગુજરાતમાં રમાયેલી મેચમાં ગુજરાતીએ કરેલા પ્રદર્શનને ગુજરાતીઓ ક્યારેય ભૂલશે નહીં અને આ પ્રદર્શન તમામ ગુજરાતીઓનું ગૌરવ છે એમ તેમણે કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જામનગર મહાનગરપાલિકાના વિકાસ કાર્યોના ખાતમૂહુર્ત પ્રસંગે આજે રીવાબા ઉપસ્થિત રહ્યા હતા અને આ સમયે તેઓએ ઉપરોક્ત નિવેદન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આઈપીએલની ફાઈનલ મેચમાં સીએસકે અને જીટી સામ સામે ટકારાયા હતા આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. જેમાં અંતિમ ઓવરના અંતિમ બોલ સુધી મેચમાં સૌ કોઈ કોણ જીતશે તેને લઈને અસમંજસમાં હતા ત્યારે ચેન્નઈ તરફથી રમતા રવિન્દ્ર જાડેજાએ ટીમને અદભૂત સફળતા અપાવી હતી ત્યાર બાદ રવિન્દ્રસિંહ જાડેજા અને રીવાબાનો વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો. જેમાં રીવાબા ક્રિકેટના મેદાનમાં જીત બાદ રવિન્દ્રસિંહ જાડેજાને પગે લાગ્યા હતા. રીવાબાએ પતિએ અપાવેલી જીત વિશેની વાત મીડિયા સમક્ષ શેર કરતા ખુશી વ્યક્ત કહી હતી.