News Continuous Bureau | Mumbai
કોનું ભાગ્ય(Fortune) ક્યારે બદલાશે તે કોઈ કહી શકતું નથી. આવો જ એક વિચિત્ર કિસ્સો ઉત્તર પ્રદેશના(Uttar Pradesh) કન્નૌજથી(Kannauj) સામે આવ્યો છે, જ્યાં એક રોજીરોટી મજૂર અચાનક અબજોપતિ(Billionaire) બની ગયો. પરંતુ તેની સંપત્તિ(Wealth) થોડા કલાકો સુધી જ ટકી હતી.
પ્રાપ્ત જાણકારી મુજબ રાજસ્થાનમાં(Rajasthan) ઈંટના ભઠ્ઠામાં કામ કરતા રોજીરોટી મજૂર બિહારી લાલ(Bihari Lal) થોડા કલાકો માટે અચાનક અબજોપતિ બની ગયો. તેણે તેના ગામના જન સેવા કેન્દ્રમાંથી(Jan Seva Kendra) બેંક ઓફ ઈન્ડિયાના(Bank of India) જનધન ખાતામાંથી 100 રૂપિયા ઉપાડી લીધા હતા. થોડીવાર પછી, તેને એક એસએમએસ(SMS) મળ્યો જેમાં તેના ખાતામાં રૂ. 2,700 કરોડનું બેલેન્સ હતું. તે ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લામાં પોતાના પૈતૃક સ્થાન (paternal location) પર હતો, કારણ કે મોનસૂન સીઝનના(monsoon season) કારણે ઇંટ-ભઠ્ઠા બંધ હતા.
આ સમાચાર પણ વાંચો : સંજય રાઉતને કોર્ટમાંથી ન મળી રાહત-કોર્ટે EDની કસ્ટડી આ તારીખ સુધી લંબાવી
બિહારી લાલને જ્યારે વિશ્વાસ ન થયો તો તે બેંક મિત્ર પાસે ગયો. તેમણે ખાતાની તપાસ કરી અને તેના ખાતામાં બાકી રકમ ૨,૭૦૦ કરોડ રૂપિયા હોવાની પુષ્ટિ કરી. બિહારી લાલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે 'પછી મેં તેમને મારું એકાઉન્ટ ફરીથી ચેક કરવા કહ્યું, ત્યારબાદ તેમણે ત્રણ વાર ચેક કર્યું. જ્યારે મને વિશ્વાસ ન થયો તો તેમણે બેંક સ્ટેટમેન્ટ નિકાળી મને બતાવ્યું. મેં જાેયું કે મારા એકાઉન્ટમાં ૨,૭૦૦ કરોડ રૂપિયા છે.''
જાેકે તેની ખુશી થોડા કલાક સુધી ટકી રહી, કારણ કે જ્યારે તે પોતાનું એકાઉન્ટ ચેક કરવા માટે બેંકની બ્રાંચમાં પહોંચ્યો, તો તેણે જણાવ્યું કે બાકી રકમ ફક્ત ૧૨૬ રૂપિયા છે. પછી બેંકના મુખ્ય જિલ્લા મેનેજર અભિષેક સિન્હાએ સંવાદદાતાઓને કહ્યું કે ખાતાની તપાસ કરવામાં આવી અને તેમાં ફક્ત ૧૨૬ રૂપિયા હતા.
આ સમાચાર પણ વાંચો : શિંદે જૂથના નેતા પર શિવ સૈનિકોએ નહીં પણ આ પાર્ટીના કાર્યકર્તાઓએ હુમલો કર્યો હતો-મોટો આરોપ
બેંકના મુખ્ય જિલ્લા મેનેજરે(Chief District Manager of the Bank) કહ્યું 'આ સ્પષ્ટ રૂપથી એક બેકિંગ ખામી હોઈ શકે છે. બિહારી લાલના ખાતાને થોડા સમય માટે જપ્ત કરી લેવામાં આવ્યું છે અને કેસ બેંકના વરિષ્ઠ અધિકારીઓને ધ્યાને લાવવામાં આવ્યો છે. બિહારી લાલ રાજસ્થાનમાં એક ઇંટ-ભઠ્ઠા પર મજૂરના રૂપમાં કામ કરે છે અને દરરોજ ૬૦૦ થી ૮૦૦ રૂપિયા કમાય છે, પરંતુ વરસાદની સિઝનમાં ઇંટ ભઠ્ઠા બંધ રહેવાના કારણે હાલ તે એટલી કમાણી કરી રહ્યો નથી.