Site icon

કાંદિવલીના યુવાને આખરે સ્વદેશી વિમાન ઉડાડી દેખાડ્યું જાણો વિગત…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

17 ઓગસ્ટ 2020 

મુંબઈના પશ્ચિમના પરા કાંદિવલીમાં રહેતા કેપ્ટન અમોલ યાદવે પોતાના ઘરની છત પર એક વિમાનને જાતે જ  ડિઝાઈન અને ડેવલપ કર્યું છે. અમોલ પોતાના આ વિમાન સાથે વડાપ્રધાન ના 'મેડ ઇન ઇન્ડિયામાં' પણ ભાગ લઈ ચુક્યા છે. 6 સીટર વિમાન બનાવનાર  અમોલ કહ્યું કે, "મેં એક ટેક્નિશીયનની મદદથી વિમાનની પહેલી ટેસ્ટિંગ માટે ફ્લાઇટ ઉડાવી હતી અને આ ઉડાન દરમ્યાન વિમાન સંતુલિત રહયું હતું.અને પ્રથમ તબક્કામાં પાસ થઈ ગયું છે" આમ તો અમોલને આ ઉડાણ માટે ડીજીસીએ એ ગયા વર્ષના અંતમાં જ મંજૂરી આપી દીધી હતી. પરંતુ, ટેસ્ટ ફ્લાઇટ માટે વીમા ની જરૂર હતી, જે એક મોટી રકમ થતી હતી અને આ વિમાની રકમ ભેગી કરતા અમોલને વધુ સમય લાગ્યો હતો…

કેપ્ટન અમોલ યાદવ હવે પછીના તબક્કામાં આ વિમાનને બે હજાર ફીટની ઉંચાઇએ ઉડાડવાની મનસા રાખે છે. પરંતુ તે પણ જાણે છે કે આગલા તબક્કાનાં ઉડાણમાં જોખમ છે. આમ છતાં અમોલ આગળ વધવા માંગે છે. બીજી ફ્લાઈટ ટેસ્ટ માટે અમોલને ઓછામાં ઓછા એકથી દોઢ કરોડ રૂપિયાની જરૂર પડશે.  હાલ અમોલ વધુ રકમની સગવડ કરતા કરતા વિમાન માં જરૂરી ફેરફારો પણ કરી રહયાં છે. નોંધનીય છે કે અમોલ યાદવ પોતે ભુતકાળમાં પ્રોફેશનલ પાઈલટ રહી ચૂક્યાં છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Ajit Pawar Plane Crash: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, CID તપાસના અપાયા આદેશ; અકસ્માત પાછળના રહસ્ય પરથી ઉઠશે પડદો
Ladki Bahin Yojana Installment: લાડકી બહેન યોજનામાં મોટું અપડેટ: ઈ-કેવાયસી છતાં હપ્તો અટક્યો? હવે ઘરે આવીને થશે તપાસ; જાણો શું છે નવો નિયમ
Maharashtra Budget 2026: અજિત પવારનું અધૂરું સપનું કોણ પૂરું કરશે? ફેબ્રુઆરીમાં રજૂ થનારા મહારાષ્ટ્ર બજેટને લઈને સસ્પેન્સ
Ajit Pawar Death: અજીત પવારના છેલ્લા શબ્દો: “મને હવે આ બધાનો કંટાળો આવ્યો છે, હવે બસ થયું”; નિધનના 5 દિવસ પહેલા કેમ ભાવુક થયા હતા દાદા?
Exit mobile version