Site icon

ગજબ કહેવાય- કોર્ટમાં જજે મહિલા વકીલની છેડતી કરી- CCTV વાયરલ-  હાઈકોર્ટે એડીજેને સસ્પેન્ડ કર્યા- જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

હરિયાણાના(Haryana) ભિવાની જિલ્લાની(Bhiwani District) કોર્ટમાંથી એક મોટો મામલો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ(Additional District and Sessions Judge) (ADJ) એ કોર્ટ સંકુલમાં મહિલા વકીલની છેડતી કરી હતી. તેને તેની ચેમ્બરમાં આવવા આમંત્રણ પણ આપ્યું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા પીડિત મહિલા વકીલે પોલીસમાં ફરિયાદ કરી છે. ફરિયાદના આધારે, ભિવાની મહિલા પોલીસ સ્ટેશને સસ્પેન્ડેડ એડીજે અને તેના સાથી વકીલ વિરુદ્ધ IPC 354-A, 509, 34 અને 67 IT એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.

Join Our WhatsApp Community

એસપીને(SP) આપેલી ફરિયાદમાં મહિલા વકીલે જણાવ્યું કે તે છેલ્લા 16 વર્ષથી ભિવાની કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહી છે. 12 ઓગસ્ટના રોજ બપોરે 2:12 વાગ્યે, તેણી તેના જુનિયર એડવોકેટ(Jr. Advocate) સાથે કોર્ટ સંકુલના પહેલા માળની સીડીઓ નીચે ઉતરી રહી હતી. આ દરમિયાન તેણે જોયું કે કોર્ટના એડીજે કોઈના બાઈક પરથી નીચે ઉતરીને સેશન્સ કોર્ટ (Sessions Court) તરફ આવી રહ્યા હતા. મહિલા વકીલનું કહેવું છે કે તેણે ADJનું અભિવાદન કર્યું, ત્યારપછી ADJએ તેનું નામ બોલાવ્યું અને કહ્યું કે તમે એકલા જ છો ને? આટલું કહીને એડીજેએ મહિલા વકીલના ખભા પર હાથ રાખ્યો અને તેને પોતાની તરફ ખેંચી. 

આ સમાચાર પણ વાંચો :  માત્ર ચોમાસામાં નહીં ભર તડકામાં સૂર્યનારાયણની ફરતે સર્જાયું રંગબેરંગી મેઘધનુષ્ય- વિડીયો જોઈને લોકો અચંબામાં- તમે પણ જુઓ

મહિલા વકીલનું કહેવું છે કે તે સમયે એડીજેના મોઢામાંથી દારૂની વાસ આવી રહી હતી, તે સંપૂર્ણ રીતે નશામાં હતો. એડીજેના આ કૃત્યથી મહિલા વકીલને આઘાત લાગ્યો હતો, કારણ કે તે ઉચ્ચ પ્રતિષ્ઠિત પદ પર છે. તેમની પાસેથી આવા અયોગ્ય કામની અપેક્ષા નહોતી. મહિલા વકીલ કઈ સમજે તે પહેલા એડીજેએ મહિલા વકીલને સાથે રહેલા વકીલ વિશે પૂછ્યું, શું આ તમારા જુનિયર વકીલ છે? આટલું કહ્યા બાદ એડીજેએ મહિલા વકીલના ચહેરા પર પડેલા વાળને હટાવ્યા. આ પછી એડીજેએ મહિલા વકીલને 15 મિનિટ પછી તેની ચેમ્બરમાં આવીને મળવાનું કહ્યું અને ચાલ્યા ગયા.

હકીકતમાં, મહિલા વકીલ તેની ફરિયાદ સેશન્સ જજ પાસે લઈ ગઈ, જ્યાં તેણે સેશન્સ જજને સમગ્ર ઘટના જણાવી અને કહ્યું કે કોર્ટ પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે, ત્યારબાદ સેશન્સ જજે સીસીટીવી ફૂટેજ મંગાવ્યા. જેમાં એ જ ઘટનાની કેદ થઇ હતી, જે મહિલા વકીલે પોતાની ફરિયાદમાં કહી હતી. ત્યારબાદ સેશન્સ જજે ફરિયાદ અને સીસીટીવી ફૂટેજ(CCTV footage) પંજાબ(Punjab) અને હરિયાણા હાઈકોર્ટને (Highcourt) મોકલ્યા હતા, જ્યાં વિશેષ તપાસ સમિતિ સમક્ષ મહિલા વકીલનું નિવેદન પણ નોંધવામાં આવ્યું. આ કાર્યવાહી દરમિયાન હાઈકોર્ટે એડીજેને સસ્પેન્ડ કરી દીધા હતા. 

જોકે 1 સપ્ટેમ્બર, 2022ના રોજ, સસ્પેન્ડેડ એડીજેએ આ એપિસોડના સીસીટીવી ફૂટેજ તેમની સાથે બેઠેલા વકીલને આપ્યા હતા. તે વકીલે આ ફૂટેજ વાયરલ કર્યા હતા, જેના વિશે મહિલા વકીલને જ્યારે તેના જાણકારોએ તે ફૂટેજ વાયરલ થવા વિશે જણાવ્યું ત્યારે તેને આ અંગેની જાણ થઈ. મહિલા વકીલનો આરોપ છે કે આ ફૂટેજથી તેની છબી ખરાબ થાય છે.

આ સમાચાર પણ વાંચો :  AIMIOના ડો ઈલિયાસીએ RSS પ્રમુખ ભાગવતને ગણાવ્યા -રાષ્ટ્રપિતા- હિન્દુ-મુસ્લિમની એકતા લઈને કહી આ મોટી વાત

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version