ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો
મુંબઇ
28 ઓગસ્ટ 2020
કોરોનાકાળમાં ભારતમાં બનેલા ધમણ-3 વેન્ટિલેટરને લઈને અનેક વિવાદો સામે આવ્યા હતાં. ત્યારે રાજકોટમાં ધમણ 3 અંગે સામે આવેલી RTI બાદ જ્યોતિ સીએનસી દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. કંપની નું કહેવું છે કે RTIને તોડી મરોડીને રજૂ કરવામાં આવી હતી. કંપની દ્વારા દાવો કરાયો કે, ધમણ-3ને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે મંજૂર કર્યુ છે અને ભારત સરકાર દ્વારા ધમણ-3 ના 5,000 વેન્ટિલેટર ખરીદવાનો ઓર્ડર પણ આપવામાં આવ્યો છે.
જ્યોતિ CNC ના માલિકએ મીડિયા સમક્ષ અનેક ખુલાસા કર્યાં હતાં. મીડિયા સંબોધનમાં કહ્યું કે, રાજકોટમાં બનેલા ધમણ-3 વેન્ટિલેટર તમામ પરીક્ષણમાં પાસ થયાં છે. શરૂઆતમાં વેન્ટિલેટર સીમિત સંખ્યામાં બનાવ્યાં હતા. પરંતુ હવે માંગને પહોંચી વળવા તેઓ તૈયાર હોવાનું જણાવ્યું હતું.
થોડા પાછળ જઈ એ તો 92 વર્ષ પહેલાં 1928 માં વેન્ટિલેટરની શોધ થઇ હતી. જે બાદ વિશ્વના જૂજ દેશો જ તેનું ઉત્પાદન કરતાં હતાં. જ્યારે આજે દુનિયામાં અનેક દેશો વેન્ટિલેટર બનાવે છે. ભારતમાં લોકડાઉન દરમિયાન 150 લોકોની ટીમ સાથે મળીને રાજકોટમાં વેન્ટિલેટર બનાવવાની શરૂઆત કરી હતી. કરોડો રૂપિયાના વેન્ટિલેટરના ઓર્ડરની શક્યતા હતી, પરંતુ એમને આ ઓર્ડર ન મળતા ખોટો મેસેજ પાસ થયો છે. ધમણ-1 માં કોઈ ખામી ન હતી. ધમણ-3 વેન્ટિલેટર માટે જે વિવાદો ઉભા કરવામાં આવ્યા, તેમાં પણ ધમણ-3 પાસ થઇ ચૂક્યું છે. આગામી 2 થી 3 મહિનામાં 5000 ધમણ-3 વેન્ટિલેટર તૈયાર કરી સરકારને આપવામાં આવશે. હાલ 1200 જેટલા ધમણ-1 ભારતમાં કાર્યરત છે. મેક્સિકો અને બ્રાઝિલમાં પણ ધમણ વેન્ટિલેટરને એક્સપોર્ટ કરવામાં આવશે. એમ કંપની તરફથી ચોખવટ કરવામાં આવી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com