News Continuous Bureau | Mumbai
KFC in Ayodhya: 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરના ( Ram Mandir ) ભવ્ય ઉદ્ઘાટન બાદથી વિશ્વભરમાંથી રામ ભક્તો અયોધ્યા આવી રહ્યા છે. તેમ જ રામ મંદિરની આસપાસના વિસ્તારોમાં દેશભરના ફૂડ ચેઈન અને દુકાનો ( Food Shops ) ખુલી રહી છે, જેથી વધુમાં વધુ વેપાર થઈ શકે. પરંતુ મંદિર પરિસરમાં અને તેની આસપાસની દુકાનોમાં ગ્રાહકોને માત્ર શુદ્ધ શાકાહારી ભોજન જ પીરસવામાં આવે છે. અહીં તમને ભારતીય વાનગીઓ અને ડોમિનોઝ પિઝા જેવા ફાસ્ટ ફૂડ શોપ પણ મળશે.
એક અહેવાલ મુજબ, પંચકોસી પરિક્રમા એટલે કે 15 કિલોમીટરના દાયરામાં રામ મંદિર સાથે સંકળાયેલા પવિત્ર સ્થળો પર કોઈપણ નોન વેજ એટલે કે માંસાહારી વાનગીઓ અને દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અહેવાલમાં વધુમાં જણાવ્યું હતું કે, અયોધ્યામાં KFC શોપ ખોલવાની પરવાનગી આપી શકાય છે. પરંતુ જો તે તેના મેનુમાં ( Food Menu ) થોડા ફેરફાર કરે તો. મેનુમાં જો શુદ્ધ શાકાહારી ભોજન ( Vegetarian food ) આપવામાં આવે તો જ KFC શોપ અહીં ખોલવામાં આવશે.
મોટી ફૂડ ચેઈનો અયોધ્યામાં તેની શોપ ખોલવા આવી રહી છે. પરંતુ એક જ પ્રતિબંધ રાખવામાં આવ્યો છેઃ રિપોર્ટ..
એક મિડીયા રિપોર્ટ મુજબ, ‘મોટી ફૂડ ચેઈનો અયોધ્યામાં તેની શોપ ખોલવા આવી રહી છે. પરંતુ એક જ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે, તેમણે પંચ કોસીની અંદરના તેમના મેનૂમાંથી નોન-વેજ ફૂડ હટાવવું પડશે.
આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈમાં બીએમસી હવે કોસ્ટલ રોડ ફેઝ 2 સહિત આ મહત્ત્વના પ્રોજેક્ટ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ સહાયકની નિમણૂક કરશે.
ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં ડોમિનોઝ અને પિઝા હટ જેવા ફૂડ શોપ પહેલાથી જ ખુલ્લા છે. પરંતુ આ શોપમાં માત્ર શાકાહારી વસ્તુઓ જ પીરસવામાં આવે છે.
નોંધનીય છે કે, કેએફસીનું સંપૂર્ણ સ્વરૂપ (કેન્ટુકી ફ્રાઈડ ચિકન) છે અને તે તેની નોનવેજ મેનુ માટે વિશ્વભરમાં જાણીતું છે. આ સિવાય KFCમાં બર્ગર, રેપ, રાઇસ બાઉલ પણ વેચાય છે. તેથી જો હવે તે અયોધ્યામાં તેની શોપ ખોલવા માંગે છે. તો KFC એ તેના મેનુ માટે નોનવેજની તમામ વસ્તુઓ હટાવી, સંપુર્ણ શાકાહારી મેનુ બનાવવુ પડશે.
