ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
અમદાવાદ
23 જુલાઈ 2020
ગુજરાતમાં ટૂંક સમયમાં સોશીયલ મીડિયા અને TV ના માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવશે . ખાનગી શાળાઓએ ઓનલાઈન શિક્ષણ બંધ કર્યાના 24 કલાકમાં સરકાર એક્શનમાં આવી છે. શિક્ષણમંત્રીએ મૌન તોડી આપ્યું મોટું નિવેદન કે ખાનગી શાળાઓના બદલે રાજ્ય સરકાર આપશે ઓનલાઈન શિક્ષણ. ઓન લાઈન શિક્ષણ આપવા માટે ગુજરાત સરકાર એ એક સમિતિની રચના પણ કરી છે. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પણ સરકાર શિક્ષણ આપશે.
કોરોનાં જેવી મહામારી કાળમાં ખાનગી શાળા ઓ વેપારીઓ જેવું વર્તન કરી રહી છે. ફી નહીં લેવાના હાઈકોર્ટ-સરકારના આદેશ પછી ખાનગીશાળાઓ સરકારને દબાવી રહી છે. શાળાઓ ચલાવતા સંચાલકો માફિયાઓની જેમ કામ કરી રહ્યા છે. અને આજથી ઓનલાઈન શિક્ષણ આપવાનું બંધ કરવાનો નિર્ણય કરાયો છે. જેના વિરોધ માં ગુજરાત સરકાર હાઇકોર્ટે ગયી છે. અને ફરી શાળા શરૂ ના થાય ત્યાં સુધી પોતે ઓનલાઈન ભણાવવાની વાત કરી છે.
ઉલ્લેખનીય છે કે આજથી ખાનગી શાળામાં ઓનલાઇન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. ગઈકાલે સંચાલક મંડળોએ જાહેરાત કરી હતી કે "ફી નહીં તો ઓનલાઈન કલાસ પણ નહીં." વઘુમાં કહ્યું જો સરકાર ઓનલાઈન શિક્ષણ ને શાળા નું કામ ના સમજહતી હોય તો અમે પણ સંપૂર્ણ પણે બંધ પાળવા તૈયાર છીએ." પરંતુ રૂપાણી સરકારે ખાનગી શાળા ના ફી માફિયા ઓ સામે ઝૂકવાનો ઇનકાર કરી દીધો છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com