News Continuous Bureau | Mumbai
રાજસ્થાનનો(Rajasthan) સુજીત સ્વામી નામનો એન્જિનિયર(Engineer) માત્ર રૂ. 35ના રિફંડ માટે ભારતીય રેલવે(Indian Railways) સાથે પાંચ વર્ષ લાંબી લડાઈ લડયો અને અંતે તે જીતી ગયો છે. તેના સંઘર્ષથી માત્ર તેને જ નહીં પરંતુ લગભગ 3 લાખ લોકોને તેણે ફાયદો કરાવ્યો છે. આ 5 વર્ષમાં સુજીત સ્વામીએ 50થી વધુ RTI ફાઇલ કરી હતી.
રાજસ્થાનના કોટાના એન્જિનિયર અને આરટીઆઈ કાર્યકર્તા(RTI activist) સુજીત સ્વામીએ(Sujit Swamy) 35 રૂપિયાનું રિફંડ મેળવવા માટે લગભગ 50 આરટીઆઈ ફાઇલ(RTI file) કરી અને આ 5 વર્ષમાં સરકારી ઓફિસોમાં ઘણા પત્રો લખ્યા હતા.
વિગતમાં જોઈએ તો સુજીત સ્વામીએ એપ્રિલ 2017માં ગોલ્ડન ટેમ્પલ મેલમાં(Golden Temple Mail) કોટાથી નવી દિલ્હીની 765 રૂપિયાની ટિકિટ બુક(Ticket book) કરાવી હતી. આ ટિકિટ તે વર્ષે 2 જુલાઈના રોજ પ્રવાસ માટેની હતી. પરંતુ વેઇટિંગના કારણે તેણે ટિકિટ કેન્સલ કરવી પડી હતી. કેન્સલ થયા બાદ તેને માત્ર 665 રૂપિયા પાછા મળ્યા. સુજીતના કહેવા પ્રમાણે, રેલવેએ સર્વિસ ટેક્સ તરીકે 65 રૂપિયા કાપવાના હતા, પરંતુ તેણે 100 રૂપિયા કાપ્યા. એટલે કે 35 રૂપિયા વધુ કાપવામાં આવ્યા હતા.
આ બાદ સુજીતનું રેલ્વે સાથે આ 35 રૂપિયા પાછા મેળવવા માટેનું યુદ્ધ શરૂ થયું, જે સતત 5 વર્ષ સુધી ચાલ્યું હતું. પોતાના 35 રૂપિયા પાછા મેળવવા માટે સ્વામીએ RTI દ્વારા રેલવે પાસેથી માહિતી માંગી હતી. સતત આરટીઆઈ અરજી કર્યા પછી તેને મળેલા જવાબ મુજબ, રેલવેએ 2.98 લાખ ટિકિટ બુક કરાવનારા લોકો પાસેથી કેન્સલેશન દરમિયાન 35 રૂપિયા પ્રતિ યાત્રી સર્વિસ ટેક્સ(Service tax) લીધા હતા. આ માહિતી સામે આવ્યા પછી, તે વ્યક્તિએ તેના સંઘર્ષને આગળ વધાર્યો અને રિફંડને લઈને રેલવે પ્રધાન(Minister of Railways)અને વડા પ્રધાનને(Prime Minister) પત્રો લખ્યા.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં મહિલા મુખ્યમંત્રીની અટકળોએ પકડ્યું જોર – સુપ્રિયા સુલેનું નામ ચર્ચાતા શિવસેના નેતાએ કહી આ મોટી વાત
સુજીત સ્વામીએ પોતાના પત્રમાં આ લાખો લોકો પાસેથી વસૂલવામાં આવેલ ટેક્સ રિફંડની માંગ કરી હતી. મામલો આગળ વધતો ગયો હતો. 2019ની સાલમાં રેલ્વેએ તેને 35 ને બદલે 33 રૂપિયા પાછા આપ્યા. પરંતુ સુજિત, પોતાની જેમ, રેલવેની મનસ્વીતાનો ભોગ બનેલા અન્ય લોકોને રિફંડ મેળવવા માટે મક્કમ હતો અને અન્ય 2.98 લાખ લોકોને તેમના બાકીનું રિફંડ મેળવી આપવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. દરમિયાન સુજીતે 50થી વધુ આરટીઆઈ ફાઇલ કરી હતી.
અહેવાલો અનુસાર, હવે સુજીત સ્વામીનો સંઘર્ષ ફળ્યો છે અને 5 વર્ષ પછી આખરે રેલ્વે બોર્ડે 2.43 કરોડ રૂપિયા અને 2 થી 2.98 લાખ ગ્રાહકોને પ્રતિ પેસેન્જર 35 રૂપિયાના દરે પરત કરવાની મંજૂરી આપી છે. સ્વામીએ તેના લાંબા સંઘર્ષમાં વિજય સાથે લાખો લોકોને લાભ પણ પહોંચાડ્યો છે.