ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 19 એપ્રિલ 2021.
સોમવાર.
ઉત્તરાખંડના હરિદ્વાર માં ચાલી રહેલા કુંભ મેળા ને પ્રતિકારાત્મક રીતે ઉજવવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અખાડાના એક સંતને સૂચન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ સૂચન અંગે અનેક સાધુ-સંતોએ તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે. પોતાની નારાજગી વ્યક્ત કરતા સાધુ-સંતોએ વડાપ્રધાને કહ્યું કે, દેશમાં અનેક ઠેકાણે ચૂંટણી માટે જે પ્રચાર સભા યોજવામાં આવે છે, પહેલા તેને બંધ કરો. પૂર્ણ કુંભ મેળો તો 12 વર્ષમાં એક જ વાર આવે છે. જ્યારે ચૂંટણીઓ દર પાંચ વર્ષે આવે છે માટે પહેલા ચૂંટણી પ્રચાર સભા બંધ કરો.
હરિદ્વારમાં ચાલી રહેલા કુંભમેળામાં જનાર વ્યક્તિઓ પર સુપર સ્પ્રેડર બનવાનો ભય તોળાઈ રહ્યો છે. અત્યાર સુધી અનેક સાધુ-સંતો પણ કોરોના ની ચપેટમાં આવી ગયા છે્ જ્યારે અખિલ ભારતીય શ્રી પંચ નિર્વાણી અખાડા ના મહામંડલેશ્વર કપિલ દેવદાસનું મૃત્યુ કોરોનાને કારણે નીપજ્યું હતું.
કોરોના કાળ વચ્ચે ઘર બેઠા કરો અમરનાથના ના દર્શન, જુઓ બાબા બર્ફાનીની આ વર્ષની તસ્વીર
ઉલ્લેખનીય છે કે, હરિદ્વારના સાધુઓને કુંભ મેળાને પ્રતીકાત્મક રીતે ઉજવવાનું સૂચન કરતા નરેન્દ્ર મોદીની ચૂંટણી સંદર્ભે આવનારા દિવસોમાં 6 અને અમિત શાહની 10 જાહેર સભા યોજાવાની છે.