ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
ગાંધીનગર
22 જુન 2020
છેલ્લા 24 કલાકમાં કચ્છ માં ધોધમાર વરસાદ વરસ્યો છે સવારે 6 થી 8 કલાકમાં માંડવીમાં ચાર ઇંચ વરસાદ વરસતા માંડવીનું ટોપણસર તળાવ છલકાયું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે પાછલા 24 કલાકમાં કચ્છમાં વરસેલા ભારે વરસાદના કારણે રણપ્રદેશ જળબંબાકાર થયો છે. ચારે બાજુ પાણી ફરી વળ્યા છે. કચ્છમાં સૌથી વધુ વરસાદ સવારે ૬થી ૮ કલાક દરમિયાન માંડવી વિસ્તારમાં પડ્યો હતો. તો ભુજના રુદ્રમાતા ડેમમાં વરસાદના નવા નીર આવતા આસપાસના ગામોને પીવાના પાણીમાં રાહત મળશે. કેટલાક વિસ્તારોમાં તો છે કેડ સમા પાણી ભરાયા છે જેને કારણે ગામ લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. આમ કચ્છમાં ઠેરઠેર ચારથી પાંચ ફૂટ સુધીના પાણી રસ્તાઓ પર ભરાયેલા જોઈ શકાય છે.
આ વિસ્તારમાં છેલ્લા ૨૪ કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. નિષ્ણાંતોના મતે રાજ્ય પર સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઇ હોવાના કારણે કચ્છ પર વધુ અસર દેખાઈ રહી છે. આજે ભુજ તાલુકા ઉપરાંત નખત્રાણા, ભચાઉ, લખપતમાં વરસાદે પોતાનો પરચો બતાવ્યો છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com