Site icon News Continuous Bureau | Mumbai

Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો

Ladki Bahin Yojana।મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે ડેટાબેઝની તપાસ અને કેવાયસી (KYC) પ્રક્રિયા દરમિયાન લાખો અપાત્ર લોકો પકડાયા, પુરુષો પાસેથી પૈસા વસૂલવામાં આવશે.

Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો

Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Ladki Bahin Yojana। મહારાષ્ટ્ર સરકારની અત્યંત મહત્વાકાંક્ષી ‘મુખ્યમંત્રી લાડકી બહેન યોજના’ ને લઈને એક મોટો ખુલાસો થયો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં અંદાજે 80 લાખ અપાત્ર લાભાર્થીઓને બહાર કરી દેવામાં આવ્યા છે. આ તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે મહિલાઓ માટેની આ યોજનામાં 14,000 પુરુષો પણ ખોટી રીતે લાભ લઈ રહ્યા હતા. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) ની કડક ટિપ્પણીઓ બાદ સરકારે આખા ડેટાબેઝની ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી.

સરકારી કર્મચારીઓ અને ઇન્કમ ટેક્સ ભરનારાઓએ પણ લીધો યોજનાનો લાભ

એક મીડિયા ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં મુખ્યમંત્રી ફડણવીસે સ્પષ્ટ કર્યું કે જ્યારે આ યોજના શરૂ કરવામાં આવી ત્યારે પ્રશાસને પાત્રતા માટે કેટલીક શરતો રાખી હતી, પરંતુ પ્રક્રિયા ઝડપી બને તે માટે ‘સેલ્ફ-સર્ટિફિકેશન’ એટલે કે જાતે પુષ્ટિ કરવાની મંજૂરી આપી હતી. પરંતુ જ્યારે અલગ-અલગ સરકારી ડેટાબેઝ સાથે આ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી ત્યારે મોટા પાયે અનિયમિતતાઓ સામે આવી. તપાસમાં બહાર આવ્યું કે લાભાર્થીઓમાં 14,000 પુરુષો ઉપરાંત 5 લાખ સરકારી કર્મચારીઓ, 10 લાખ આવકવેરો (ઇન્કમ ટેક્સ) ભરનારા લોકો અને 4 થી 5 લાખ એવા પરિવારો હતા જેમના ઘરમાં પહેલેથી જ ચાર ટાંકીયા વાહનો ઉપલબ્ધ હતા.

સીએજી ની કડક ટિપ્પણી બાદ સરકારે ઇ-કેવાયસી ફરજિયાત કર્યું

આ યોજનામાં થઈ રહેલી ગેરરીતિઓ અંગે સીએજીએ સવાલ ઉઠાવ્યો હતો કે લાભાર્થીઓના દસ્તાવેજોની યોગ્ય તપાસ કેમ કરવામાં આવી નથી. આ ઓડિટ રિપોર્ટની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે તમામ લાભાર્થીઓ માટે કેવાયસી (KYC) વિગતો સબમિટ કરવાનું અનિવાર્ય બનાવ્યું હતું. ઓળખની ચોરી, નાણાકીય છેતરપિંડી અને નકલી ખાતા બંધ કરવા માટે આ પ્રક્રિયા જરૂરી હતી. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે વારંવાર યાદ અપાવવા છતાં ઘણા લોકોએ પોતાનું કેવાયસી પૂર્ણ કર્યું નથી, કારણ કે તેઓ પાત્રતાની શરતોમાં ફિટ બેસતા નથી. જોકે, તંત્રએ 25 લાખ એવા દસ્તાવેજોને સુધારી લીધા છે જેમાં નાની-મોટી ખામીઓ હતી.

અપાત્ર પુરુષો પાસેથી વસૂલાત થશે, હાલમાં 1.7 કરોડ મહિલાઓ લઈ રહી છે લાભ

મહારાષ્ટ્ર સરકારે નિર્ણય લીધો છે કે જે પણ અપાત્ર લોકોએ ભૂલથી કે ખોટી રીતે આ યોજનાના પૈસા મેળવ્યા છે, તેમને એક વખત માટે માફી આપવામાં આવશે અને રાહત મળશે. પરંતુ યોજનાનો ગેરકાયદે લાભ લેનારા પુરુષોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં અને તેમની પાસેથી પૈસાની વસૂલાત કરવામાં આવશે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે આ જનતાના પૈસા છે અને તેનો ઉપયોગ નિયમો અનુસાર જ થવો જોઈએ. હાલમાં તમામ ફિલ્ટર પ્રક્રિયા બાદ મહારાષ્ટ્રમાં આશરે 1.7 કરોડ પાત્ર મહિલાઓ આ યોજનાનો લાભ મેળવી રહી છે, જે દેશભરમાં સૌથી વધુ છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરેએ પણ પુષ્ટિ કરી છે કે તમામ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) યોજનાઓમાં eKYC પ્રક્રિયા પૂર્ણ કરી લેવાઈ છે.

👉 આ સમાચાર વાચો:
USIran Crisis|ઈરાન સાથેના તણાવ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો, ટૂંક સમયમાં થશે શાંતિ કરાર

Iridium Investment Scam નવી મુંબઈમાં ‘ઇરિડિયમ’ના નામે મહાઠગાઈ ₹૨ લાખ સામે ₹૨૮ કરોડના વળતરની લાલચ આપી ૫૦૦ લોકોને છેતરનારા ૨ શખ્સો સામે ગુનો
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Kashi Vishwanath Gold Theft અયોધ્યા બાદ હવે કાશીમાં વિવાદ! મંદિરના શિખર પર સોનાની જગ્યાએ પેઇન્ટ કરાયાનો આરોપ ટ્રસ્ટે આપ્યો આ જવાબ
Maharashtra Water Cut ડેમોના તળિયા દેખાવા લાગ્યા! ૧૦ ટકા કાપથી રોજિંદા જીવન પર થશે ગંભીર અસર, મહારાષ્ટ્રમાં ૧૦% રાજ્યવ્યાપી પાણી કાપ લાગુ..
Exit mobile version